રાજકોટ : ગુજરાતમાં હાલ કોરોના મહામારીના કારણે માનવતા જાણે વિસરાઇ જ ગઇ છે. જો કે હજી પણ ક્યાંક ક્યાંક માનવતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે . જેમાં ડોક્ટરે માનવતા દર્શાવતા એક વૃદ્ધાને રિક્ષા નહી મળતા હાથ લારી પર નાખીને જાતે રેકડી ચલાવીને વૃદ્ધાને બાજુની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાએ સગર્ભા માતા અને બાળકને મોતના મુખમાં ધકેલ્યા હતા, ડોક્ટરેએ જીવનદાન આપ્યું


ગોંડલ શ્યામ વાડી પાસે વૃદ્ધા રિક્ષામાંથી બેભઆન હાલતમાં નીચે પડી ગયા હતા. ડોક્ટરે પોતે જ રેકડીમાં તેમને સુવડાવીને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. ડોક્ટર રેકડી ચલાવીને વૃદ્ધાને લઇ જતા માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ ડોક્ટર પોતે પણ ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે. 


કોરોનામાં આખો પરિવાર સંક્રમિત થયાની સ્થિતિમાં કાંધિયા પણ ભાડે રાખવા પડે છે


અત્રે નોંધનીય છે કે ,વૃદ્ધાને અશક્તિ હોવાનાં કારણે તેમને હોસ્પિટલ ખાતે લઇ જતા હતા. જો કે અચાનક તેઓ બેભાઇ થઇને ઢળી પડ્યાં હતા. જેથી તત્કાલ બાજુમાં પડેલી લારીમાં તેમને સુવડાવીને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. અત્રે નોંધનીય છે કે, હાલમાં કોરોના કાળને કારણે 108 મળવી અશક્ય છે. તેવામાં તેમને લારીમાં જ સુવડાવીને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube