Loksabha Election 2024: ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં થયું સો ટકા મતદાન.બાણેજ બુથમાં છે માત્ર એક મતદાતા.બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ થયું સો ટકા મતદાન. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 1 વાગ્યા સુધી સરેરાશ 40 ટકા મતદાન, મતદારોની તડકામાં પણ લાઈનો


ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં થયું સો ટકા મતદાન.અહીંના એક માત્ર મતદાર હરીદાસબાપુએ મતદાન કરતા જ આ બુથ પર થયું સો ટકા મતદાન. દર ચૂંટણીમાં અહીં થાય છે સો ટકા મતદાન. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે. માત્ર એક મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. 


સુરતમાં ભયાનક છે હાર્ટ એટેકના આ આંકડા; ડરામણો છે WHOનો આ રિપોર્ટ, જાણો કેમ વધ્યું જો


વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવતી વખતે ચૂંટણી પંચ દરેક મતદાર માટે એક ખાસ મતદાન મથક પણ બનાવે છે.અને સવારથી સાંજ સુધી આ બૂથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે. ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારક બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ કવાટરમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે. જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર છે. જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. 


Apple Event 2024: Apple ની આજે મોટી ઇવેન્ટ, iPad સહિત આ ગેજેટ્સ થઈ શકે છે લોન્ચ


મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે.જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે.ચૂંટણીપંચ 2002 થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આ બૂથ બનાવવામાં આવ્યું છે.જે મતદાનની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવ્યું છે.અહીં 15 જેટલો પોલિંગ સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે.


Rohit Sharma: શું ડ્રેસિંગ રૂમમાં રડતો હતો રોહિત? સોશિયલ મીડિયા પર વાયરલ થયો VIDEO


ગીર જંગલ મધ્યે આવેલા બાણેજ બુથમાં મહંત હરીદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા જ અહીં સો ટકા મતદાન થયું છે. અહીં બનાવેલા આ સ્પેશિયલ બૂથ વિશે હરિદાસબાપુ કહે છે કે, 'લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છું. હું દરેકને અચૂક મતદાન કરવા અપીલ કરું છું.' હરિદાસબાપુ વધુમાં કહે છે કે મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણે મતદાન કરવું જ જોઈએ, ચૂંટણીએ લોકશાહીની ધરોહર છે.'