અરવલ્લી : જિલ્લાનાં મોડાસા ભલિયાદેવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પુરૂષો, મહિલાઓ અને બાળકો મોટા પ્રમાણમાં જોડાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. આ મુદ્દે મોડાસા રૂરલ પોલીસે વીડિયો ખરાઇ કરી અને 10 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલા અમદાવાદનાં સાણંદ અને ચાંગોદરમાં આ પ્રકારની શોભાયાત્રા નીકળી હતી. જેનો ભરપુર વિરોધ થયો હતો. લોકોની શ્રદ્ધા અને ભક્તિ સામે કોઇ વિરોધ નહોતો જો કે કોરોના વાયરસને કાબુમાં લેવા માટે જ્યારે લોકોને એકત્ર નહી થવા માટે સુચના આપવામાં આવી છે. લોકો મોટા પ્રમાણમાં એકઠા થવાથી સંક્રમણનું જોખમ પ્રસરાવવાની શક્યતા જોવા મળી રહી છે. 


દરમિયાન આ ઘટનાના પડઘા શાંત નહોતા પડી રહ્યા ત્યારે હવે મોડાસાનાં ઇટાડી ગામે વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઇટાડિ ગામનાં કેવી રીતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. બનાવની વિગતો અનુસાર હકિકત બહાર આવી છે કે, આ શોભાયાત્રામાં જળ ભરીને મહિલાઓ માથે ઘડા લઇને નીકળ્યાં હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube