વડોદરા : વડોદરામાં જે.પી નડ્ડાની રેલીમાં મોટા પ્રમાણમાં દલિતો ઉમટી પડ્યા હતા. વડોદરામાં નાગરિકતા કાયદાનાં સમર્થનમાં દલિતો આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના સંમેલનના સમર્થનમાં મોટા પ્રમાણમાં દલિતો આવી પહોંચ્યા હતા. ભાજપ ઉપરાંત દલિતોએ બાબા સાહેબ આંબેડકરનાં પોસ્ટરો સાથે રાખ્યા હતા. જેમાં બાબા સાહેબ આંબેડકરની સાથે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તેવા પોસ્ટર ફરકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દલિતોએ અશોકચક્ર હોય તેવા ખેસ પણ પહેર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાની લાલચે સરપંચે પુત્રને બનાવ્યો ભાઇ, પુત્રીને કાગળ પર મારી નાખી ?
વડોદરા ભાજપના દલિત ધારાસભ્ય મનીષા વકીલ પણ સભામાં હાજર રહ્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, નાગરિકતા કાયદો દલિતોનાં સન્માન માટે બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાન અને અન્ય દેશોમાં દલિત  અને હિંદુ ભાઇઓને થયેલા અન્યાયને કારણે તેઓ અહીં આવી ગયા છે. પરંતુ અહીં તેઓ શરણાર્થીઓની જેમ જીવી રહ્યા છે. ત્યારે તેમને નાગરિકતા આપવા માટેનો આ કાયદો છે. આ નાગરિકતા આપવા માટેનો કાયદો છે કોઇની નાગરિકતા છીનવવા માટેનો આ કાયદો નથી. જેથી આ કાયદા અંગે જે ભ્રામક પ્રચાર થઇ રહ્યો છે તે અયોગ્ય છે. આ કાયદો દલિતો માટે એક સન્માન સમાન છે. આ કાયદાનો જે કોઇ પણ વિરોધ કરશે તે દલિતોનો વિરોધ કરશે તેવું સાબિત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube