ગીર સોમનાથ: જિલ્લાના ઉનાના નવાબંદર ગામે એક ફિશીંગ બોટમાં કારજ નામની મહાકાય માછલી ઝડપાઇ હતી. આ માછલી આશરે 400 કીલોથી વધારે વજનની હોવાનો માછીમારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના નવાબંદર ગામે માછીમારી કરી બોટ નવાબંદર તરફ આવી રહી હતી. ત્યારે અચાનક જ કારજ નામની મહાકાય માછલી પકડાઇ હતી. આ અંગે નવાબંદરના સરપંચ અને માછીમાર આગેવાન સોમવારે મજેઠીયાના અનુસાર પકડાયેલી વિશાળકાય માછલી આશરે 400-500 કિલો વજનની અને 10 ફુટથી વધારે લંબાઇ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RAJKOT: સેનિટાઇઝરનું અવળું ગણીત, 1 કેસ હતો ત્યારે 50 હજાર લિટર વેચાતું હવે 150 કેસ છે ત્યારે...


આ માછલી પકડાતા બોટ માલિકોમાં ખુબ જ ખુશી જોવા મળી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ માછલીનો ઉપયોગ દરિયાઇ ખાતરમાં કરવામાં આવે છે. દરિયો ઘણા રહસ્યોથી ભરેલો છે. જો કે પ્રદૂષણ દરિયાઇ જીવો માટે જેટલી જોખમી છે તેટલું જ માનવો માટે પણ જોખમી છે. દરિયાઇ સૃષ્ટીની વૈવિધ્યતાએ માનવજાતને અનેક વખત જોખમી છે, તેવું જ માનવ જીવન માટે છે. ઉનાના નવા બંદર ગામ નજીક એક બોટમાં અચાનક મહાકાય માછલી પકડાઇ હતી. આ માછલી કારજ માછલી કહેવાય છે. સામાન્ય સંજોગોમાં આટલી મહાકાય માછલી જોવા મળતી નથી. 


આજે પણ આ ઓરડો ગાંધીજીની જીવંત સ્મૃત્તિનો છે સાક્ષી, બાપૂએ અહીં કર્યું હતું રાત્રિ રોકાણ


આ વિશાળકાય માછલીને ઉઠાવવા માટે ક્રેનની જરૂર પડીહ તી. તે બાંધવા માટે પણ ખુબ જ વિશાળકાય દોરડાઓનો ઉપયોગ કરાયો હતો. કારણ કે દસ ફૂટ કરતા પણ વધારે લંબાઇ ધરાવતી હતી. પકડાયેલી માછલી જોઇને બોટના માલિકની આંખો આશ્ચર્યથી પહોળી રહી ગઇ હતી. માછલી જ્યારે બંદરે લાવવામાં આવી ત્યારે પણ સેંકલો લોકો એકત્ર થવા લાગ્યા હતા. અનેક નાગરિકો કારજ માછલીને જોવા માટે એકત્ર થયા હતા. માછલી જોનાર દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મુકાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube