ચૂંટણી ટાણે નેતાઓ છાકટા થયા, ડેડિયાપાડામાં ફોર્મ ભરવાના નામે સેંકડો લોકો એકત્ર થયા, સાંસદે કર્યો બચાવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપ દ્વારા પોતાનાં તમામ નેતાઓને ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. મહત્તમ લોકો માટે પ્રચાર કરી શકે તે માટે બેક ટુ બેક રેલીઓ કરવામાં આવી રહી છે. જો કે કોરોના કાળ હોવાનાં કારણે ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. પરંતુ આ ગાઇડ લાઇનનું કોઇ પણ સ્થળે પાલન થતું નથી.
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપ દ્વારા પોતાનાં તમામ નેતાઓને ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. મહત્તમ લોકો માટે પ્રચાર કરી શકે તે માટે બેક ટુ બેક રેલીઓ કરવામાં આવી રહી છે. જો કે કોરોના કાળ હોવાનાં કારણે ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. પરંતુ આ ગાઇડ લાઇનનું કોઇ પણ સ્થળે પાલન થતું નથી.
ગામના સરપંચે પ્લોટનાં નામે પોતાના જ ગામની મહિલાઓના લાખો રૂપિયા લુંટ્યા
નર્મદાના ડેડીયાપાડા ખાતે જંગી જનમેદની સાથે ભાજપનાં ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. ડેડીયાપાડાના રસ્તાઓ પર સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કોરોના ગાઇડલાઇનનાં લીરેલીરા ઉડી ગયા હતા. શેઠની શિખામણ ઝાંપા સુધી તેવું જ વર્તન રાજકારણીઓ કરી રહ્યા છે. તંત્ર દ્વારા અપાતી ગાઇડલાઇનનું પાલન કલેક્ટર કચેરી જેવી કચેરીઓમાં પણ થતું નથી. રાજકારણીઓ બેશરમ બનીને રેલીઓ યોજે છે. ભાજપે હજી સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી બહાર પાડી નથી. જો કે જનમેદનીનાં વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે.
ઓલપાડ તાલુકા પંચાયત ચૂંટણી ટાણે ભાજપમાં ભડકો, આયાતી ઉમેદવારોને ટિકિટ અપાતા ઉમેદવારોમાં અસંતોષ
આ અંગે ZEE 24 Kalak દ્વારા સાંસદ મનસુખ વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તો તેમણે કહ્યું કે, એક સાથે બધા ઉમેદવારો જવાના હતા તેના બદલે એક જગ્યાએ ભેગા થઇ ગયા તા. ગામડાના લોકો પણ આ રેલીમાં જોડાઇ ગયા હતા. કાર્યકર્તાઓને સમજાવવા અંગે કહેવાતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. કહ્યું કે, અમે ટુકડે ટુકડે જવાનું કહ્યું હતું તેમ છતા પણ તેઓ એક સાથે થઇ ગયા હતા. માસ્ક અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, સુચના આપી દેવામાં આવી છે. જવાબદારી અંગે પુછાતા તેમણે ગોળગોળ જવાબો આપ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લામાં કોરોનાના કેસ જ નથી. અમારે અહીં તકલીફ નથી. તેવું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કાર્યકરોનો ઉત્સાહ હતો અને અન્ય સ્થલોએ આવા કાર્યક્રમ થતા હોય ત્યારે દેખાદેખીમાં આવું કરતા હોય છે. જો કે હવે આવું ન થાય તે અંગે સુચના આપી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube