બનાસકાંઠાના ચામુંડા માતા મંદિરમાંથી મળી આવી સેંકડો વર્ષ જુની અલૌકિક મૂર્તિ, લોકોની દર્શનાર્થે પડાપડી
નવા વર્ષમાં અમદાવાદનાં એક ગાર્ડનમાંથી મોનોલીથ મળી આવ્યાની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં આ ઘટનાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે.
* નવા વર્ષમાં અમદાવાદનાં એક ગાર્ડનમાંથી મોનોલીથ મળી આવ્યાની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં આ ઘટનાથી લોકોમાં કુતુહલ ફેલાયું છે.
પરખ અગ્રવાલ/બનાસકાંઠા : જીલ્લામાં દાંતાના વશીના દીવડી ગામે જૈન મૂર્તિ અંદાજે 825 વર્ષ જૂની મૂર્તિ મળી આવતા પૌરાણિક સંપ્રદાયને લઇ મૂર્તિ જોવા લોકોના ટોળેટોળાં ઉમટી રહ્યા છે. દાંતા નજીક વશી ગ્રામ પંચાયતના કબ્જામાં આવેલ દીવડી ગામની સીમમાં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જેની આગળના ભાગમાં ખોદકામ દરમ્યાન આ મુર્તીઓ મળી આવી છે. દાંતા નજીક વશી ગ્રામ પંચાયત હેઠળના દીવડી ગામની સીમમાં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જ્યા જૈન ધર્મની 822 વર્ષ જૂની બે પૌરાણિક મૂર્તિઓ સહિત પૌરાણિક અવશેષો મળી આવ્યા છે. આ ચામુંડા માતા મંદિર વિસ્તારમાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન સુખરૂપ કરી શકે અને મંદિર સુધી પહોંચી શકે તે માટે જમીન સમતળ સહિત જમીન સફાઈ કરવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન સવંત 1254 ની લગભગ 825 વર્ષ જૂની 2 પૌરાણિક મૂર્તિ સહિત અવશેષો મળી આવી છે.
સેકન્ડમાં ગાડી લીધી છે? તમામ ડોક્યુમેન્ટ હોવા છતા તે ચોરાયેલી ગણવામાં આવશે જો...
મૂર્તિ જૈન શ્વેતામ્બર પંથના ઈષ્ટ દેવની હોવાનું સામે આવ્યું છે. જૈન સંપ્રદાયની વિવિધ સાડા ચાર ફૂટ જેટલી લાંબી મૂર્તિઓ સહિત જૂની ઈંટો, જિનાલયના તૂટેલા ઘુમ્મટ સહિતના અવશેષો મળી આવ્યા છે. જેને લઈ સ્થાનિક લોકોમાં અચરજનું મોજું ફરી વળ્યું હતું. લોકવાયકા મુજબ અહીંનું ચામુંડા માતાનું મંદિર અતિ પ્રાચીન છે. જેનો જીર્ણોધ્ધાર પણ તત્કાલીન મહારાણા ભવાનીસિંહજીએ અંદાજે 90 વર્ષ પૂર્વે કર્યો હતો. મૂર્તિઓનુ જીણવટ ભર્યુ નિરીક્ષણ કરતા સં.1254 એટલે કે લગભગ 825 વર્ષ જૂની હોવા સાથે શ્વેતામ્બર જૈન ભગવાનની મૂર્તિ હોવાનું જોવા મળ્યુ છે. જેને લઈ ગામના અગ્રણીઓ પણ ગામમા જ આવી પુરાતન વસ્તુઓ નુ સગ્રહાલય બનાવવા માંગ કરી રહ્યા છે.
GUJARAT CORONA UPDATE: નવા 698 કોરોના દર્દી, 898 સાજા થયા, 03 દર્દીઓનાં મોત
જો કે આ સમગ્ર મામલે આજે તાલુકાની અધીકારીઓની એક ટીમ વશી દિવડી ગામે પહોચી સ્થળની મુલાકાત કરી મુર્તીઓનું નિરીક્ષણ કર્યુ હતુ. એટલુ જ નહી જૈન ધર્મની ધાર્મીક મુર્તીઓ ઉપર પુષ્પો પણ ચઢાવ્યા હતા. સાથે જ જગ્યાએ ખોદકામ દરમ્યાન મુર્તીઓ મળી આવી છે. ત્યા અન્ય અવશેષો જોતા જૈન સ્થાપત્યનુ મંદિર ધરબાયેલુ હોવાનુ જણાવી રહ્યા છે. તાલુકાના ઉચ્ચ અધીકારીઓ દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ મૂર્તિઓને હાલ વશી ગ્રામ પંચાયતના પ્રાંગણમાં રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube