ગાંધીનગર : તૌકતે વાવાઝોડુ ઝડપથી ગુજરાતનાં દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના અનુસાર હાલ આ વાવાઝોડુ 620 કિલોમીટર દુર છે. જે ગુજરાતનાં દરિયા કિનારે 17 તારીખે પહોંચશે અને 18મીએ પોરબંદરથી મહુવા સુધીનાં વિસ્તારમા ટકરાશે. આ વિસ્તારના રહેતા 1.50 લાખ લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રેસક્યું માટે જિલ્લાઓમાં 44 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. 6 SDRF ની ટીમો તહેનાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતે સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 હજારથી વધારે નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી જરૂરી વ્યવસ્થાઓ કરવા માટેની સુચના આપવામાં આવી છે. 


પંકજના અનુસાર ભારત સરકારના હવામાન વિભાગની આગાહી અનુસાર આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિલોમીટર દુર છે. જેથી ગતિની તીવ્રતા આગામી 24 કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થતું હોય તેવું લાગી રહ્યું છે. 17 મેના રોજ ગુજરાતનાં દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 17 અને 18 મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70થી 175 કિલોમીટર સુધીનો પવન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 17 જિલ્લામાં 15 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube