રાજેશ રૂપરેલિયા/દ્વારકા: રાજ્યમાં વધી રહેલા ‘વાયુ’ વાવાઝાડોના સંકટને કારણે દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા તાકીદની એક બેઠક બોલાવવામાં આવી હતી. ફેરી બોટ સર્વિસ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા બપોરે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના સંકટને પગલે તંત્રને સજ્જ કરવા માટે વિવિધ એજન્સીનાં અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન બે દિવસ શાળા કોલેજ બંધ રાખી જિલ્લામાં બે કન્ટ્રોલ રૂમ 24 કલાક ખોલવા તેમજ ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ પણ બંધ અચોક્કસ મુદત સુધી આવતી કાલ મંગળવારથી બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.


દક્ષિણ ગુજરાતમાં મેધરાજાનું આગમન, નવસારી અને ડાંગમાં પવન સાથે વરસાદ



સલાયા ઓખા દ્વારકાના બંદરો પરના કાથા લોકોના સ્થાંતરની સ્થિતિ અંગે પણ વિચારણા કરી તમામ લોકોને રાત્રીના બહાર નીકળવા તેમજ લાઈટ ટોર્ચ તેમજ જર્જરિત મકાન કે, વૃક્ષો કે વીજ લાઈનથી દુર રહેવા જણાવાયું હતું. હાલ દ્વારાકા જિલ્લાને 2 એન.ડી.આર.એફની ટીમો ફાળવી દેવામાં આવી છે. જેને સુરક્ષાના ભાગ રૂપે સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.