ગાંધીનગર : રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતને ઘણુ મોટુ નુકસાન થયું છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પેકેજ મુદ્દે ખેડૂત સંગઠનો અને વિપક્ષી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે કૃષી મંત્રી આર.સી ફળદુને આ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા અભૂતપૂર્વરાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે અલગ અલગ કૃષી રાહત પેકેજ આપીને તેઓને પગભર કરવા પ્રોત્સાહન પુરૂ પાડવાનો પ્રયાસ કર્યો છે. જો કે કોંગ્રેસનાં સીનિયર આગેવાનો માનસિકતા ગુમાવી બેઠા છે. સરકારી આંકડા અનુસાર 500 કરોડનુ નુકસાન થયું છે. જેથી 500 કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાગાયતી ખેતી અને ઉનાળુ પાકને નુકસાન માટે 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, પરેશ ધાનાણીએ રાહત પેકેજ મુદ્દે જણાવ્યું કે, સરકારી રાહત પેકેજ અવ્યવહારિક છે. આ રાહત પેકેજ નહી પરંતુ પડીકું છે. જે અંગે ફળદુએ કહ્યું કે, કોંગ્રેસ માટે આ પડીકું હોઇ શકે. અમારા માટે તો આ સેવા છે. હાલ બાગાયતી પાકને નુકસાન થયું છે. 86 તાલુકાઓમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષી અને બાગાયતી અસર થઇ છે. આ ઉપરાંત 16 લાખ કરત વધારે ફળ ઝાડ પડી જવાથી નાશ પામ્યા છે. આ તાલુકાઓમાં 669 ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરાવામાં આવી હતી. જે હાલ પુર્ણતાના આરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube