નવસારીમાં પતિ-પત્ની એકસાથે ચૂંટણી જંગમાં, પ્રચાર માટે કર્યું ટાઈમ મેનેજમેન્ટ
- નવસારી જિલ્લા પંચાયતની ઘેજ બેઠક અને રૂમલા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યુ છે. ત્યારે બંને બેઠકો પર કોગ્રેસે ઘોલારના દંપતીને મેદાને ઉતાર્યા
- જેમાં રૂમલા બેઠક ઉપર પતિ વલ્લભ દેશમુખ અને ઘેજ બેઠક પર તેમની પત્ની ચંદન વલ્લભભાઈ દેશમુખ ચૂંટણી લડી રહ્યાં છે
સ્નેહલ પટેલ/નવસારી :સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં હાલ દરેક ઉમેદવાર પ્રચારમાં મગ્ન છે. સવાર-સાંજ જોયા વગર અને એક પણ મિનિટ વેડફ્યા વગર ઉમેદવારો લોકોના ઘરે ઘરે જઈને મત માંગી રહ્યાં છે. ત્યારે કેટલાક પરિવારો એવા છે જેમાં પરિવારના એક કરતા વધુ લોકો ચૂંટણીમાં ઉભા છે. આવામાં ચૂંટણી પ્રચાર મેનેજ કરવું મોટી વાત છે. આવામાં નવસારીમાં એક દંપતી એકસાથે ચૂંટણીમાં ઉતર્યું છે.
આ પણ વાંચો : બે પત્નીઓ વચ્ચે પતિનો મરો... ભાજપા નેતાની બે પત્નીઓ અલગ અલગ પક્ષમાંથી લડી રહી છે ચૂંટણી
કોંગ્રેસે ઘોલાર દંપતીને મેદાનમાં ઉતાર્યા
નવસારી જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 6 તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. જેમાં નવસારી જિલ્લા પંચાયતની ઘેજ બેઠક અને રૂમલા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યુ છે. ત્યારે બંને બેઠકો પર કોગ્રેસ દ્વારા ઘોલારનું દંપતીને મેદાને ઉતારવામાં આવ્યા છે. જેમાં રૂમલા બેઠક ઉપર પતિ વલ્લભ દેશમુખ અને ઘેજ બેઠક પર તેમની પત્ની ચંદન વલ્લભભાઈ દેશમુખ ચૂંટણી લડી રહ્યાં છે.
આ પણ વાંચો : કૂવા પાસે તરસ્યા જેવી હાલતમાં જીવતા છોટાઉદેપુરના 14 ગામોના ખેડૂતો કરશે ચૂંટણીનો બહિષ્કાર
એકબીજા માટે ચૂંટણી પ્રચાર કરે છે દંપતી
પતિ-પત્ની બંને એકસાથે ચૂંટણી જંગમાં ઉતર્યા હોવાથી તેઓ ટાઈમ મેનેજમેન્ટ કરીને ચૂંટણી પ્રચાર માટે સમય ફાળવે છે. પોતાની સાથે તેઓ એકબીજા માટે પણ ચૂંટણી પ્રચાર કરે છે. બપોર સુધી વલ્લભભાઈ માટે પ્રચાર કરવામાં આવે છે. અને બપોર બાદ ચંદનબેનનો પ્રચાર કરવામાં આવે છે. બંને સાથે જ ચૂંટણી પ્રચાર માટે નીકળે છે. આ દંપતી પોતાના સમર્થકો સાથે ભાજપ સરકારની નિષ્ફળતા મોંઘવારી, મહિલાઓ સાથે થતા અન્યાય જેવા મુદ્દાઓ લઈને પ્રચાર કરે છે.