હિતેન વિઠલાણી/અમદાવાદ: શહેરમાં એક અજીબો ઘટના બની છે. જેમાં પુત્રો અને પુત્રવધુના ત્રાસથી કંટાળી એક લાચાર પિતાએ આપઘાત કરી લીધો છે. સપ્ટેમ્બર મહિનામાં અડાલજમાં વૃદ્ધે કેનાલમાં ઝંપલાવી કર્યો હતો. આપઘાત બે દીકરાઓ અને પુત્રવધુ મકાન પડાવવા ધમકીઓ આપતા હતા. મિલકતને લઈને પિતાની મારી આપઘાતમાં ખપાવી દેવાની ધમકી આપતા હતા. પિતાના આપઘાત બાદ માતાને ધમકીઓ આપતા હતા. અંતે માતાએ જ દીકરા અને પુત્રવધુ સામે આત્મહત્યા દુષપ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરલ ભટ્ટ તોડકાંડ કેસમાં મોટી અપડેટ; 4 દિવસના રિમાન્ડ મંજૂર, હવે થશે મોટા ખુલાસા


કળયુગના પુત્રના ત્રાસથી પિતાએ આપઘાત કર્યો, તો માતાએ ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુત્રના સુખ માટે મંદિર મંદિર માનતા માનનાર વૃદ્ધ માતા હવે ભગવાનને આવા સંતાન આપવા બદલ દુઃખ વ્યક્ત કરે છે. દિકરાઓએ મિલકતની લાલચમાં માં બાપને એટલો ત્રાસ આપ્યો કે પિતાએ આપઘાત કરતા આખરે નવરંગપુરા પોલીસે દુષપેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોતાના ઘડપણની લાઠી એવા બે દીકરા તેમની જિંદગીના વેરી બન્યા છે. 


આ આગાહી ઘાતક સાબિત થશે? ફેબ્રુઆરીમાં તોળાય રહ્યું છે ગુજરાતીઓ માટે એક મોટું સંક્ટ


ઘટનાની વાત કરીએ તો નવરંગપુરામાં આવેલા પ્રકાશ પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય જતન બહેન દેસાઈએ પોતાના બે પુત્ર દિનેશ દેસાઈ, રમેશ દેસાઈ અને પુત્રવધુ લલિતા દેસાઈ અને સુરેખા દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. તેમને આક્ષેપ કર્યો છે કે તેમના પતિ છગનભાઇ દેસાઈ કોઈ બીમારીથી આપઘાત  કર્યો નથી પરંતુ પુત્ર અને પુત્રવધુએ એટલો માનસિક ત્રાસ આપ્યો કે તેમણે કંટાળીને અડાલજ કેનાલ પરથી નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેમના પુત્ર દિનેશ અને રમેશ તેમજ તેમની પત્નીઓ મિલકત મેળવવા માટે ધમકીઓ આપતા હતા અને અપશબ્દો બોલીને અપમાન કરતા હતા. તેમણે ઘરમાં પણ CCTV કેમેરા લગાવીને સતત વોચ રાખતા હતા.


એકાઉન્ટ ફ્રીઝ, બ્લેકમેઈલિંગ અને ક્રિકેટ સટ્ટાકાંડ, સસ્પેન્ડેડ PIની આવી છે કરમ કુંડળી


નવરંગપુરામાં પ્રકાશ પાર્ક સોસાયટીમાં જતનબેન અને તેમના પતિ છગનભાઇ 20 વર્ષથી રહેતા હતા. તેમને 3 સંતાન માં બે પુત્ર દિનેશ, રમેશ અને દીકરી શિલ્પી છે. દિનેશ અને રમેશના લગ્ન બે સગી બહેન લલિતા અને સુરેખા સાથે થયા હતા. આ બે દીકરાઓને જન્મથી હરખ ઓછો નહિ કરનાર જતન બેન હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે આવા સંતાન કોઈના કુખે ના આપે. મિલકતની લાલચમાં દીકરા પોતાની જનેતાને ડરાવીને ધમકાવીને રાખી રહ્યા હોવાના આક્ષેપો માતાએ કર્યા હતા. 11 સપ્ટેબરના રોજ તેમના પતિ છગનભાઇ દેસાઈ આપઘાત કર્યા બાદ દીકરાઓ પણ તેમની માતાને મરવા માટે દબાણ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. નવરંગપુરા પોલીસે કોર્ટના આદેશ બાદ માતાની ફરિયાદ લઈને પુત્ર અને પૂત્રવધુ વિરુદ્ધ દુષપેરણાં અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.


રેલવે પ્રોજેક્ટ્સ: 10 વર્ષમાં 14 ગણું વધ્યું બજેટ, ગુજરાતને ફાયદો જ ફાયદો


માતા અને પુત્ર વચ્ચે મિલકતને લઈને છેલ્લા ઘણા વર્ષોથી તકરાર ચાલે છે. અગાઉ પણ માતા પિતાએ અરજી કરી હતી. પરંતુ ત્યારે સમાધાન થયું હતું. આ સમાધાન બાદ પણ સંતાનો મિલકત માટે સતત દબાણ કરીને માનસિક ત્રાસ આપતા હતા. અંતે પિતાએ જીવન ટૂંકાવ્યું તો માતા ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા. હાલમાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને આક્ષેપોને લઈને વધુ તપાસ શરૂ કરીને આરોપીના ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.


લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે', યુવકને રોમિયોગીરી ભારે પડી, જાહેરમા ફડાકાવાળી થઈ'