સંદીપ વસાવા/સુરત :સુરતના કતારગામ વિસ્તારમાં પતિએ પત્ની ઉપર ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પતિ દ્વારા પત્ની પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયુ હતું, જેમા ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ઝઘડો ચાલતો હતો. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને છેલ્લા 5 વર્ષથી અલગ રહેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ કર્ણાટકનો અખિલેશ સુરતમાં રહેતો હતો. 16 વર્ષ પહેલા તેનો સંપર્ક સુરતમાં રહેતી મૂળ રાજસ્થાનની ટીનાબેન સાથે થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ અખિલેશના શંકાશીલ સ્વભાવને કારણે તે પત્ની ટીના પર શંકા કરતો હતો. ટીનાને કોઈ પણ સ્વજન કે મિત્ર મદદ કરે તો તેને આડા સંબંધો સાથે જોડતો હતો. આમ, બંને વચ્ચે ટકરાવ વધતો જતો હતો. જેથી ટીનાએ 7 વર્ષ પહેલા પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તે બે બાળકો સાથે પતિથી અલગ રહેતી હતી અને પોતાનુ ગુજરાન ચલાવતી હતી. 


આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયા વડોદરાના 4 વિદ્યાર્થીઓ, એરપોર્ટમાંથી બહાર કાઢી મૂકાયા


7 વર્ષથી ટીના પોતાના સંતાનો સાથે અલગ રહેતી હતી. જેમાં તેણે પતિ પાસેથી અખિલેશથી છૂટાછેડા લેવા અરજી કરી હતી. આ અંગે કોર્ટ દ્વારા ભરણ પોષણ આપવાનો પણ હુકમ કરાયો હતો. આ દરમિયાન અખિલેશ કર્ણાટક રહેતો હતો. બુધવારે તે સુરત પરત આવ્યો હતો. તે પત્ની પર ફાયરિંગ કરવાના ઈરાદે જ સુરત આવ્યો હતો. તેણે બંને સંતાનોની નજર સાથે પત્નીને ગોળીથી વીંધી હતી. પછી ત્યાંથી ભાગી ગયો હતો. ટીનાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 


આ ઘટનાથી કતારગામ પોલીસ દોડતી થઈ હતી. સંતાનોનુ નિવેદન લઈને અખિલેશની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી ટીનાબેને અગાઉ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. છતા પતિ અખિલેશ માન્યો ન હતો.