અહો આશ્ચર્યમ! પત્નીના ભરણપોષણની રકમ તરીકે પતિએ રૂ.80,000નું પરચુરણ આપ્યું!
વજનદાર કોથળા જોઈને કોર્ટ અને કોર્ટમાં હાજર વકીલો પણ અચરજ પામ્યા હતા.
નડિયાદઃ ખેડા જિલ્લાની નડિયાદ ફેમિલી કોર્ટમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોર્ટે પતિને પત્નીના ભરપોષણ માટે રૂપિયા આપવાનો આદેશ આપતાં મહિલાના પતિએ રૂપિયા 80 હજારના સિક્કા જમા કરાવ્યા હતા. આ સિક્કા ગણવામાં જ 4 કલાકનો સમય વીતિ ગયો હતો. સાસરિયાનો આક્ષેપ છે કે પતિ માનસિક રીતે હેરાન કરવા માટે આમ કરે છે.
નડિયાદની ફેમિલી કોર્ટમાં એક પતિ-પત્નીનો ભરણપોષણનો કેસ ચાલે છે. આ કેસમાં ફેમિલી કોર્ટે પત્નીને ભરણપોષણ તરીકે રૂ.80,000ની રકમ આપવા માટે આદેશ આપ્યો હતો. પતિ બુધવારે કોર્ટમાં રૂ.80,000નું પરચુરણ લઈને પહોંચ્યો હતો. વજનદાર કોથળા જોઈને કોર્ટ અને કોર્ટમાં હાજર વકીલો પણ અચરજ પામ્યા હતા.
[[{"fid":"180845","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રૂ. એક, બા, પાંચ અને દસ રૂપિયાના 80 હજારના સિક્કા ગણવામાં ચાર કલાકનો સમય વીતી ગયો હતો. આવું પહેલી વખત બન્યું નથી. અગાઉ પણ આ જ શખ્સે રૂ. 25 હજારના સિક્કા ફેમિલી કોર્ટમાં જમા કરાવ્યા હતાં.
સાસરિયા પક્ષનો આક્ષેપ છે કે, તેમને હેરાન કરવા માટે તેમનો જમાઇ સિક્કા આપી રહ્યો છે. સસરાએ જણાવ્યું કે, આ શખ્સ અમારી દીકરીને સારી રીતે રાખતો ન હતો એટલે અમે દિકરીને અમારા ઘરે લઈ ગયા હતા. અમે કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી. આ શખ્સ અમને માનસિક રીતે હારન કરવા માટે આવી રીતે પરચુરણ લઈને આવે છે. અગાઉ પણ તે રૂ.25,000નું પરચુરણ લઈને આવ્યો હતો.