બે ચાકૂ લઇને સાસરીમાં પહોંચ્યો જમાઇ, આ રીતે સાળી અને સસરાની કરી હત્યા
સુરેન્દ્રનગરમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. સરોડી ગામમાં એક યુવક પોતાની સાસરીમાં પહોંચીને સાળી અને અને સસરાની ચાકૂ વડે રહેંશી નાખી હત્યા કરી હતી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. સરોડી ગામમાં એક યુવક પોતાની સાસરીમાં પહોંચીને સાળી અને અને સસરાની ચાકૂ વડે રહેંશી નાખી હત્યા કરી હતી. પોલીસ આરોપીની ધરપકડ કરીલ ઈધી છે.
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળી ગામના રહેવાસી ભરત કોરડિયાનું સાસરિયું આ ગામમાં છે. ભરતની પત્ની મીના તેનાથી નારાજ થઇને સરોડી સ્થિત પોતાના પિયર આવી હતી અને ગત દોઢ મહિનાથી અહીં જ રહેતી હતી. ભરત ઘણા સમયથી પત્નીને ઘરે પરત આવવા માટે કહી રહ્યો હતો પરંતુ તે રાજી થઇ નહી.
પત્નીના દાગીના ગિરવે મુકી પડોશીની કરી આર્થિક મદદ, પૈસા પાછા માંગ્યા તો મળ્યું મોત
જેથી ક્રોધે ભરાયેલો ભરત સાસરીમાં પહોંચ્યો અને પત્નીને પોતાના ઘરે લઇ જવાની વાત કહી જેને લઇને પોતાના સસરા દામજીભાઇ ચાવડા સાથે ઝઘડો થયો ત્યારબાદ પોતાની સાથે લઇને આવેલા ચાકૂ વડે ભરતે તેમના પર હુમલો કરી દીધો. જ્યારે પિતાને બચાવવા માટે ભરતની સાળી સોનલબેન વચ્ચે આવી તો તેને પણ ભરતે પેટ અને છાતીમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પત્ની મીના અને સોનલબેનના પતિ લલિતભાઇએ ભરતને રોકવાનો પ્રયત્ન કર્યો તો ભરતે તે બંને પર હુમલો કરી દીધો.
મહીસાગરમાં ફરી એકવાર વાઘ દેખાયો, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય
તો બીજી તરફ બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા અને ગુસ્સે ભરાયેલા લોકોને યુવકને પકડીને ધોલાઇ કરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત આરોપીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી યુવક બંને હાથમાં ચાકૂ લઇને સાસરીમાં પહોંચ્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube