‘મારા પતિ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી સામે નાહવા કહે છે...’ આવું કહીને મહિલા ભાંગી પડી
સમાજમાં હવે પતિપત્નીના સંબંધો હદ વટાવી રહ્યાં છે. સંબંધોમાં હવે મર્યાદા રહી નથી, જેથી માણસો વિકૃતિ તરફ ધકેલાઈ રહ્યાં છે. પતિ પત્નીના બેડરૂમના કિસ્સાઓ હવે લોકોના કાને પડી રહ્યાં છે. બેડરૂમના ઝઘડા હવે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. આવો જ વિકૃત કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેની ફરિયાદ મહિલા હેલ્પલાઈનમાં કરાઈ છે.
ઝી મીડિયા/બ્યૂરો :સમાજમાં હવે પતિપત્નીના સંબંધો હદ વટાવી રહ્યાં છે. સંબંધોમાં હવે મર્યાદા રહી નથી, જેથી માણસો વિકૃતિ તરફ ધકેલાઈ રહ્યાં છે. પતિ પત્નીના બેડરૂમના કિસ્સાઓ હવે લોકોના કાને પડી રહ્યાં છે. બેડરૂમના ઝઘડા હવે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. આવો જ વિકૃત કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેની ફરિયાદ મહિલા હેલ્પલાઈનમાં કરાઈ છે.
મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કરીને ફરિયાદ કરી કે, તેનો પતિ તેને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખીને નહાવાની ફરજ પાડતો હતો. ઘરમાં 13 અને 16 વર્ષના બે દીકરા હોવા છતા પતિ આવી વિકૃતિ કરતો હતો. એટલુ જ નહિ, દીકરાઓની હાજરીમાં જ શારીરિક સંબંધો બાંધવા ફરજ પાડતો હતો.
આ પણ વાંંચો : આણંદ પાસે ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 10 લોકોના કરુણ મોત
હેલ્પલાઈનની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો મહિલાએ પોતાની આપવીતી કહેતા જણાવ્યું કે, તેમના લગ્નને 18 વર્ષ થયા છે. તેમને સંતાનમાં 13 અને 16 વર્ષના બે દીકરા છે. તેમનો પતિ દીકરાઓની હાજરીમાં તેમને શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરે છે. દીકરાઓને પણ સૂવાના સમયે ઘરમાંથી બહાર જવા ફરજ પાડે છે અને કહે છે કે, હું કહુ ત્યારે ઘરે આવજો. આમ કહેતા મહિલા ભાંગી પડી હતી.
મહિલાએ કહ્યું કે, કોરોનામાં પતિનો ધંધો બંધ હોવાથી હાલ તેઓ ઘરાં જ હોય છે. તેથી આવા સમયે તેઓ મારી પાસેથી શારીરિક સંબંધ બાંધવાની માંગ કરે છે. આમ, પતિની આવી હરકતોથી કંટાળીને મહિલાએ મહિલા હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. ત્યારે હેલ્પલાઈનની ટીમે પરિવારના અન્ય લોકોની હાજરીમાં પતિને સમજાવ્યા હતા. ત્યારે પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી.