રક્ષિત પંડ્યા, રાજકોટ: શહેરમાં પતિએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશીપમાં રહેતા વાછાણી પરિવારમાં પતિ રાજેશ વછાણીએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ રાજેશ વછાણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત સોનલ વછાણી (માતા) અને સોહિલ રાજેશ વછાણી (પુત્ર)ને સારવાર અર્થે 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


હવામાન વિભાગે કરી રેડ એલર્ટની આગાહી, સરકારી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર


મૃતક રાજેશ વછાણીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે મકાન વેંચાતું ન હોવાથી માનસિક તણાવમાં આવી જતા રાજેશ વછાણીએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પોલીસના પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાને પગલે પોલીસે આ અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...