અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાએ એક ચોંકાવનારુ ટ્વીટ કરતા ખળભળાટ મચી ગયો છે. ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજ્યનાં પૂર્વ સ્વાસ્થય મંત્રી જયનારાયણ વ્યાસના ટ્વીટનાં કારણે ભાજપની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠી રહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે, તેઓ હોસ્પિટલમાં હોવાથી અને બાયપાસ સર્જરી કરાવી હોવા છતા પણ તેમને મીટિંગમાં આવવા માટે કોલ આવ્યો હતો. જેનો અર્થ છે કે ભાજપમાં હું બિમાર છું તે અંગેની કોઇ માહિતી જ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયનારાયણ વ્યાસનું ટ્વીટ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. તેમનાં ટ્વીટમાં તેમણે પક્ષ પ્રત્યે પોતાનું દુખ ઠાલવ્યું છે. તેમણે લખ્યું કે, કમલમમાંથી મીટિંગ એટેન્ડ કરવા માટે એક ફોન આવ્યો, ભુતકાળમાં જો તમે સહેજ પણ બીમાર હોવ તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ તમારા સ્વાસ્થ અંગે પુછપરછ કરતા હું હોસ્પિટલમાં છું અને મારી બાયપાસ સર્જરી કરવામાં આવી છે. કમલમનાં છોરૂ સિવાય આખી દુનિયાને ખબર છે કે હું બિમાર છું. ખરેખર પાર્ટી બદલાઇ ચુકી છે. 


વ્યાસના ટ્વીટથી હાલ રાજકીય માહોલ ગરમાયો છે. તેમના ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રત્યુતર આવી રહ્યા છે. જો કે ભાજપ દ્વારા હજી સુધી આ અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે ટ્વીટ બાદ રાજકીય હલચલ તેજ થઇ ચુકી છે. અત્રે નોંધનીય છે કે, જયનારાયણ વ્યાસની ગણના ભારતીય જનતા પાર્ટીનાં એવા નેતાઓમાં થાય છે જેઓ પોતાનાં સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરતા. જે પોતાનાં વિચારો સ્પષ્ટ રીતે રજુ કરે છે પછી તે કદાચ પાર્ટીની નીતિ વિરુદ્ધ પણ ભલે હોય. તેઓ અનેક વાર સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવી ચુક્યા છે. અર્થશાસ્ત્રમાં તેઓ ઉંડી સમજ ધરાવે છે. ગુજરાતનાં ટોપનાં બુદ્ધિજીવીઓમાં તેમની ગણના થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube