રાજકારણમાં જોડાવવા માટે હજુ મારે થોડો સમય જોઈએઃ નરેશ પટેલ
ખોડલધામ કાગવડ ખાતે પાટીદાર અગ્રણીઓ સાથે નરેશ પટેલની બેઠક યોજાઈ છે. નરેશ પટેલે કહ્યુ કે, બહેનો અને યુવાન મિત્રોની લાગણી છે કે હું રાજકારણમાં આવુ. તેમણે કહ્યું કે, દરેક સમાજની લાગણી મારે જોવાની હોય.
રાજકોટઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ ખુબ ચર્ચામાં છે. નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરશે તેની ચર્ચા ઘણા દિવસથી ચાલી રહી છે. આ વચ્ચે આજે ઉત્તર ગુજરાત પાટીજદાર સમાજના અગ્રણીઓ ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે મુલાકાત કરવા પહોંચ્યાં છે. પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક પહેલાં નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યુ કે, રાજકારણમાં જોડાવા માટે મારે હજુ થોડો સમય જોઈએ.
યુવાનોની લાગણી હું રાજકારણમાં આવુઃ નરેશ પટેલ
ખોડલધામ કાગવડ ખાતે પાટીદાર અગ્રણીઓ સાથે નરેશ પટેલની બેઠક યોજાઈ છે. નરેશ પટેલે કહ્યુ કે, બહેનો અને યુવાન મિત્રોની લાગણી છે કે હું રાજકારણમાં આવુ. તેમણે કહ્યું કે, દરેક સમાજની લાગણી મારે જોવાની હોય. આ સાથે નરેશ પટેલે કહ્યું કે, મારે રાજકારણમાં જોડાવા માટે હજુ થોડા સમયની જરૂર છે. તેમણે કહ્યું કે, રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યા બાદ પાર્ટીની જાહેરાત કરીશ.
આ પણ વાંચોઃ હાર્દિક પટેલ આપમાં જોડાય છે? પોતે જ ફેસબુક પોસ્ટ કરીને માહિતી આપી કે...
ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી
રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે કહ્યુ કે, રાજનીતિમાં આવવું કે નહીં તેની જાણ હું મીડિયાના માધ્યમથી કરીશ. તેમણે કહ્યું કે ખોડલધામ પરિસર ક્યારેય રાજકારણની વાત કરતું નથી. આ ખોડલધામ રાજકારણનું માધ્યમ નથી. અહીં માત્ર સંગઠનની વાત કરવામાં આવશે. અહીં સમાજના પ્રશ્નોની ચર્ચા કરીશું.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈઃ ગીતાબેન પટેલ
ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ આજે નરેશ પટેલને મળવા પહોંચ્યા છે. આ વચ્ચે પાસના કન્વીનર ગીતાબેન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી ઈચ્છા છે. આ સાથે તેમણે કહ્યું કે, નરેશભાઈ ગમે તે પક્ષમાં જાય તો પણ મારી શુભેચ્છા જોડાયેલી છે. ગીતાબેને કહ્યું કે, સમાજની લડાઈ લડવી હોય તો સામા પક્ષે રહીને લડવાની હોય છે. તેમણે કહ્યું કે, સરકારે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ કેસ પાછા ખેંચ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube