રાજકોટ : જસદણનાં આટકોટમાં 19 દિવસ પહેલા થયેલી આધેડની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે ચાર સગીર સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં લૂંટનાં ઇરાદે આવેલા શખ્સોને જોઇ જતા આઘેડને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની પુછપરછ કરતા મજૂરી કામ કરવા મધ્યપ્રદેશ થી આવ્યા હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BANASKANTHA બની રહ્યું છે ડ્રગ્સનું હબ? રાજસ્થાન મોકલાઇ રહેલું લાખોનું ડ્રગ્સ ઝડપાયું


રાજકોટ પોલીસનાં સકંજામાં ઉભેલા આ શખ્સોને જૂઓ...જેનું નામ છે કાળુ ઉર્ફે મગન વસુનિયા, નુરો ઉર્ફે ભુરો અજય માવડા અને મુનીમ ઉર્ફે મુન્નો કેલસીંગ મંડલોય. આ શખ્સો પર આરોપ છે લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપવાનો. સમગ્ર મામલા પર નજર કરીએ તો, જસદણનાં આટકોટ પાસે ત્રિમૂર્તિ બાલાજી હનુમાન નજીક પાદરડી વાડી તરીકે ઓળખાતા જગ્યામાં ગત તારીખ 8 સપ્ટેમ્બરનાં રોજ લાલજીભાઇ બાલાભાઇ ખોખરિયા નામના આધેડનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. 


GUJARAT પર હૂમલાની ફિરાકમાં છે આતંકવાદીઓ? ગરીબ નવાઝ ભંગારના ડેલામાં ભયાનક રોકેટ બ્લાસ્ટ


બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની ગુનાશોધક શાખાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન આધેડને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બનાવનો ભેદ ઉકેલવા ફિંગર પ્રિન્ટના નિષ્ણાત તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઇ તપાસ શરૂ કરી હતી. ત્યારે જિલ્લાની ગુનાશોધક શાખાની ટીમે હ્યુમન સોર્સિસથી તપાસ શરૂ કરતા આધેડની હત્યા કરનાર પરપ્રાંતીય શખ્સો હોવાની માહિતી મળી હતી. 


જામનગરમાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો તણાયા, એકનું મોત, 2 ને બચાવી લેવાયા


જેના આધારે આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા મધ્યપ્રદેશના સાત શખ્સ અચાનક ગાયબ થઇ ગયાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ વિરનગર ગામ પાસે શ્રી હરી નમકીન નામનાં કારખાના પાછળ મળવાનાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે ચાર સગીર સહિત સાત શખ્સોને દબોચી લીધા હતા.


સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો આવ્યો અંત, આ મહંત બનશે નવા ગાદીપતિ


કેવી રીતે આપ્યો લૂંટ વિથ મર્ડરને અંજામ
પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ અગાઉ પણ રેકી કરી ચુક્યા હતા. રાત્રીનાં સમયે ખેતરમાં સીમનાં રસ્તેથી પ્રવેશ કર્યો હતો. મૃતકનાં ઘરની બહાર લાગેલા લેમ્પ ફોડી નાખતા અંધારૂ થઇ ગયું હતું. જેથી મૃતક લાલજીભાઇ બાલાભાઇ ખોખરિયા બહાર નિકળા હતા. ત્યારે આરોપીઓએ લાકડાનાં ધોકા, દાતરડા જેવા હથિયારોનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘરમાં ધાડ પાડીને આરોપીઓએ ઘરમાંથી ચાંદીના દાગીના, રોકડ સહિતની વસ્તુની લૂંટ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા આધેડના ઘરમાં તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. 
જેથી આધેડની હત્યા લૂંટના ઇરાદે થઇ હોવાની શંકાએ તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આધેડને સંતાનમાં પુત્ર, પુત્રી છે. લાલજીભાઇ હીરા ઘસવાના કામ સાથે ખેતીકામ કરતા હતા. આધેડનો પુત્ર અને પુત્રવધૂ સુરત રહે છે. પુત્રવધૂ સગર્ભા હોવાથી તે તેના માવતર ગયા છે. ત્યારે સુરત એકલા રહેતા પુત્રને તકલીફ ન પડે તે માટે આધેડના પત્ની પુત્ર પાસે સુરત ગયા હોય લાલજીભાઇ અહીં એકલા હતા.


VADODARA: લાખો રૂપિયાની ચોરીનો કેસ પોલીસે એટલી સ્માર્ટનેસથી ઉકેલ્યો કે તમે પણ કહેશો વાહ!


હાલ તો પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવામાં ડોગ સ્ક્વોર્ડની મહત્વની ભૂમિકા રહી હતી. કારણ કે, વરસાદને કારણે આરોપીઓ ક્યાંથી આવ્યા હતા અને કઇ દિશામાં ગયા હતા તેની પોલીસને કોઇ જ કળી મળી નહોતી. તે સમયે ડોગ સ્કવોર્ડની મદદ થી પોલીસે રૂટ શોધી કાઢ્યો હતો અને મધ્યપ્રદેશની આ ગેંગનાં ચાર સગીર સહિત સાત શખ્સોની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ અગાઉ ક્યારેય આ પ્રકારનાં ગુનામાં પોલીસ ચોપડે ચડ્યા ન હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ પુછપરછમાં આરોપીઓ કેટલા ગુનાઓની કબુલાત આપે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube