અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધીને કહ્યું કે, તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ક્રિમિનલ અને સિવિલ સ્યૂટ દાખલ કરશે. તેમણે કહ્યું કે, એક પદ પર બેઠેલા વ્યક્તિએ સત્યના સોગંધ ખાધા હોય છે. તેમની પાસે સત્ય બોલે તેવી તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે. તેમણે મીડિયા સામે કહ્યું હતું કે, બિહારના પ્રભારીએ ઉત્તર ભારતીયો પર હુમલો કરાવ્યો હતો. હું તેમને લીગલ નોટિસ મોકલી રહ્યો છું. બે સપ્તાહની અંદર તેમણે કરેલા નિવેદન અંગે માફી નહીં માગે અને મીડિયા સમક્ષ નહીં આવે તો હું તેમની સામે કેસ કરીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બપોરે શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તેઓ મુખ્યપ્રધાન વિરુદ્ધ કેસ દાખલ કરશે. પત્રકારો સાથે વાત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ચાર રાજ્યોના જે પોલ આવ્યા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ભારતીયો પર હુમલા કરાવ્યા હતા. ભાજપના શાસનમાં ધંધા રોજગાર બંધ થયા છે. નાના ઉદ્યોગો બંધ થયા છે. ખેડૂતો અને યુવાનો બેરોજગાર બન્યા છે. તેથી તેનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ગગડી ગયો છે. આ બધાને કારણે ભાજપ સરકાર ઉત્તર ભારતીયો પર હુમલો કરાવી રહી છે. આ સાથે તેમણે પત્રકારો સમક્ષ ભાજપના નેતાઓના ભડકાઉ નિવેદનો પણ દેખાડ્યા હતા. તેમણે કહ્યું કે, હિંમતનગરના ધારાસભ્યોના ભડકાઉ ભાષણનો વીડિયો મારી પાસે છે. 



મહત્વનું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાલમાં બે દિવસના ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે યોગી આદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે મીડિયા સાથે વાત કરતા ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલા પર કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, આ હુમલા પાછળ કોંગ્રેસના નેતાઓનો હાથ છે.