ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના 4 IAS અધિકારીઓને પ્રમોશન અપાયું છે. અધિક મુખ્ય સચિવ તરીકે ચારેય અધિકારીઓને પ્રમોશન મળ્યું છે. જેમાં જયંતિ રવી, અંજૂ શર્મા, એસ જે હૈદર અને જેપી ગુપ્તાને પણ પ્રમોશન અપાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે જયંતિ રવિ?



  • 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી

  • ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. 

  • 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. 

  • જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. 

  • ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. 

  • માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. 

  • લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. 

  • ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.

  • સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે

  • પંચમહાલનાં કલેક્ટર પણ રહી ચૂક્યાં છે.

  • લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે.