Adulteration In Ice Cream: ઉનાળામાં ઠંડક મેળવવા જો તમે પણ આઈસક્રીમ ખાતા હોવ તો ચેતી જજો. સુરતની 10 દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેઈલ થયા છે. જી હા...ફૂડ વિભાગે સુરતમાં 28 દુકાનોમાંથી લીધેલા નમૂનાનો રિપોર્ટ આવ્યો છે, જેમાં 10 દુકાનોની પોલ ખૂલી ગઈ છે. જેમાં આઈસ્ક્રીમની ગુણવત્તા હલકી હોવાનો ખુલાસો થયો છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડ ઓછા હોય તેવું આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો હોવાનું રિપોર્ટમાં ખૂલ્યું છે. તંત્રએ 10 સંસ્થાઓમાંથી 87.5 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવશે કેજરીવાલ, 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન


ફૂડ વિભાગ દ્વારા સુરતમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં સંત કૃપા, રાધે, માધવ અને પ્રાઈમ સહિત 10 દુકાનોનાં આઈસ્ક્રીમનાં નમૂનાં ફેલ થયા છે. ફૂડ વિભાગે 28 દુકાનોમાંથી લીધેલા નમૂનાંનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મિલ્ક ફેટ-ટોટલ સોલિડ ઓછા, હલકી ગુણવત્તાથી કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો દર્શાવવામાં આવ્યો છે. ગ્રાહકો જો આ આઇસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધીને પ્રેશર કે હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે.


'કોઈ 'માલ' કહીને બોલાવે એ મને પસંદ નથી': શત્રુઘ્નસિન્હાની પુત્રી આવી ચર્ચામાં


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભેળસેળની આ ઘટના નવી નથી. રાજ્યમાં સુરત, રાજકોટ જેવી અનેક જગ્યાએ અનેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળના સમાચાર સામે આવતા રહે છે. મહત્ત્વની વાત એ છે કોઈ વસ્તુમાં ભેળસેળ થઈ છે કે નહીં તેનો ખુલાસો થાય ત્યાં સુધીમાં લોકો જે તે જગ્યાની એ વસ્તુ આરોગી લીધી હોય છે અને તંત્ર દ્વારા માત્ર અમુક રૂપિયાનો દંડ ફટકારીને સંતોષ માનવામાં આવે છે. 


અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?