વડોદરા : પાદરા - જંબુસર હાઇવે ને ફોર લેન કરવાની માંગ પૂનઃ એક વાર પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા કરવામાં આવી હતી. ફરી એકવાર પાદરા જંબુસર હાઇવેને ફોરલેન બનાવની માંગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારને 1 મહિનાનું અલ્ટીમેટમઆપ્યું ત્વરિત ફોરલેન નો નિર્ણય કરો નહિતર તાલુકાની જનતા દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂથવાદ મુદ્દે ભાજપમાં પણ ડખો, જેણે ભાજપનો પાયો નાખ્યો એનું જ નામ કપાતા કકળાટ


પાદરા જંબુસર હાઇવે ગત 2017 ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પાદરાના મુવાલ ખાતે જાહેરમાં તતાકાલીન મુખ્યમંત્રી વિજય રૂપાનીએ પાદરા જંબુસર હાઇવે ફોર લેન કરાવી જાહેર સભા દરમિયાન જાહેરમાં ચિમકી ઉચ્ચારી હતી. આજે એ વાતને 4 વર્ષ પુરા થયા છતાં પણ આજે ફોર લેનની ફક્ત વાતો છે. સાથે ભાજપની રાજ્ય સરકાર પાદરાના ધારાસભ્ય કોંગ્રેસના હોવાથી ભેદભાવ રાખતી હોવાના આક્ષેપો કર્યા હતા. ડભોઇના માર્ગ માટે રાજ્ય સરકાર કરોડ રૂપિયાના ખર્ચે રિસરફેસનીગ કરવામાં આવે છે.


GUJARAT CORONA UPDATE: વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યામાં તોતિંગ ઉછાળો, 23,150 નવા કેસ


જો કે પાદરાની જનતાને અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા. પાદરા જંબુસરના હાઇવે પર અસંખ્ય અકસ્માત લોકોના મોત થતા હોવાથી  પાદરા જંબુસર હાઇવેને ફોર લેન કરવા માટે ત્વરિત નિર્ણય કરવામાં આવે તેવું જણાવ્યું હતું. એક મહિનામાં પાદરાની જનતાને લઈને ફોર લેન કરવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ચૂંટણી આવે ત્યારે ભાજપ અનેક મુદાઓ ચૂંટણી લક્ષી બનાવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે એક મહિના માં પાદરા જંબુસર હાઇવે ફોર લેન નહિ બને તો ગાંધી ચીંધાયા માર્ગે આંદોલનની ચિમકી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube