રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ભારત જ નહીં વિશ્વમાં પહેલી વખત ગૌ મુક્તિધામ નિર્માણ પામ્યું છે. કચ્છના લખપતના નરા ગામે દાતાઓ દ્વારા દેવલોક ગમન થયેલી ગાયોના અંતિમ સંસ્કાર કરવા ખાસ મુક્તિધામ બનાવાયું છે. આ વિસ્તારમાં કોઈ પણ ગાયનું મૃત્યુ થશે તો ગાયને હાઇડ્રોલિક એમ્યુલાન્સ દ્વારા લઈ આવી તેને વિધિવત સ્નાન કરાવી માલિકીની જમીન પર સમાધિ આપવામાં આવશે. ગાય આપણી માતા છે અને આપણે તેને પુજીએ પણ છીએ પણ તેના અવસાન બાદ અંતિમવિધિ માટે કોઈ વ્યવસ્થા હોતી નથી ત્યારે કચ્છના છેવાડાના લખપત તાલુકાના નરા ગામે ગાયોની અંતિમક્રિયા માટે મુક્તિધામ બનાવવામાં આવ્યું છે,જે કચ્છમાં પ્રથમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ, 30 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


સ્થાપક ટ્રસ્ટીમાં ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ છેવાડાના લખપત તાલુકાના નરા ગામે દાતાઓ દ્વારા દેવલોક ગમન થયેલી ગાયોના અંતિમ સંસ્કાર કરવા માટે ખાસ મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કોઈ પણ ગાયનું મૃત્યુ થશે તો ગાયને હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ દ્વારા લઈ આવી તેને વિધિવત સ્નાન કરાવી માલિકીની જમીન પર સમાધિ આપવામાં આવશે. આ માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકારનો પ્રયોગ અત્યાર સુધી કચ્છમાં ક્યારેય કરવામાં આવ્યો નથી.


યુવતીએ કહ્યું, તુ તો જંગલી છે આજે મારા ઘરે કોઇ નથી તારૂ જંગલી પણું દેખાડી દે


અબડાસા અને લખપત તાલુકામાં સંખ્યાબંધ ગૌશાળાઓ આવેલી છે. ગૌ મુક્તિધામ કાર્યક્રમ વખતે નંદીશાળા અંજારના ત્રિકમદાસજી મહારાજ તેમજ સંત ચંદુમા વિવિધ સંતો, અગ્રણીઓ ધારાસભ્ય પ્રદ્યુમનસીંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા. માં ગ્રૂપ દ્વારા ગૌશાળા નિભાવણીની સાથે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આમ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરવા અને ગૌમાતા પ્રત્યે ને આદરભાવ માટેનો એક સ્તુત્ય પગલું છેઅને માતાને અવલ મંજિલએ પહોંચાડવાનો આદરભાવ પણ વ્યક્ત કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube