મેયર અને પોલીસ કમિશ્નર બંન્નેની સિંઘમગીરી, ઢોરના માલિક વિરુદ્ધ સીધો પાસા હેઠળ ગુનો દાખલ કર્યો
ગુજરાત માટે હાલ સૌથી મોટો સવાલ રખડતા ઢોરનો છે. રખડતા ઢોર દ્વારા વારંવાર હૂમલા કરવામાં આવે છે. જેના કારણે અનેક લોકોનાં મોત તો અનેક લોકોને મરણતોલ ઇજાઓ થયાનું સામે આવ્યું છે. હાલમાં જ ઘણા કિસ્સા એવા સામે આવ્યા જેમાં રખડતા ઢોર દ્વારા વ્યક્તિને ખુંદી નાખવામાં આવ્યો હોય. જો કે કોર્પોરેશન અને તંત્ર સામે હાલ આ સમસ્યાનો ઉકેલ લાવવો સૌથી મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી જો રખડતા ઢોરને પકડવા માટે જાય છે તો તેના પર માલધારીઓ દ્વારા હૂમલા કરવામાં આવે છે.
વડોદરા : ગુજરાત માટે હાલ સૌથી મોટો સવાલ રખડતા ઢોરનો છે. રખડતા ઢોર દ્વારા વારંવાર હૂમલા કરવામાં આવે છે. જેના કારણે અનેક લોકોનાં મોત તો અનેક લોકોને મરણતોલ ઇજાઓ થયાનું સામે આવ્યું છે. હાલમાં જ ઘણા કિસ્સા એવા સામે આવ્યા જેમાં રખડતા ઢોર દ્વારા વ્યક્તિને ખુંદી નાખવામાં આવ્યો હોય. જો કે કોર્પોરેશન અને તંત્ર સામે હાલ આ સમસ્યાનો ઉકેલ લાવવો સૌથી મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી જો રખડતા ઢોરને પકડવા માટે જાય છે તો તેના પર માલધારીઓ દ્વારા હૂમલા કરવામાં આવે છે.
હર ઘર નલ યોજના અંગે મુખ્યમંત્રીની બેઠક, 2022 સુધીમાં ગુજરાતનાં ઘરે ઘરે હશે પાણીના નળ
જો કે વડોદરાના મેયર દ્વારા આવું કઇ જ નહી ચલાવી લેવાની નેમ સાથે અનોખી પહેલ કરવામાં આવી છે. કેયુર રોકડિયા દ્વારા પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી હતી કે, જે ઢોર દ્વારા હૂમલો થાય તેના માલિક વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે. જેના પગલે પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. 19 વર્ષના રોહિત ભરવાડ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેયરની અરજીને ધ્યાને રાખીને હવે હૂમલો કરનાર ઢોરના માલિક વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: બાળકીની માતાએ રડતી આંખે સ્વીકાર્યો, જાણો હર્ષ સંઘવીનું નિવેદન
જો કે આ કાર્યવાહીના પગલે માલધારીઓ લાજવાને બદલે ગાજ્યા હતા. મેયર પાસે રજુઆત કરવા માટે પહોંચી ગયા હતા. જો મેયર અને કમિશ્નર તેમની વાત ન માને તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જો કે નરી વાસ્તવીકતા છે કે, પશુપાલકો સાંજે દોહ્યા બાદ ઢોરને ખુલ્લામાં રખડતા મુકી દે છે. જ્યારે દોહવાનો ટાઇમ આવે ત્યારે પકડીને દોહી લે છે અને ફરી રખડતા મુકી દે છે. જેના કારણે ઢોર કચરો, પ્લાસ્ટિક ખાવા મજબુર તો બને જ છે ઉપરાંત રોડ રસ્તા પર બેસી રહેવાના કારણે લોકોને અડચણરૂપ થાય છે. આ ઉપરાંત ઘણીવાર લોકોને અડફેટે પણ લે છે. ઉપરાંત ઢોર તડકો, ઠંડી, વરસાદમાં જ્યાં ત્યાં રખડતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube