અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે તો 3થી વધારે ટર્મ ચૂંટાયેલા BJPના ધારાસભ્યોનું શુ?
રાધનપુરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પુર્વ નેતા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત જોડાઇ ગયા છે. ત્યારે તેમની સાથે બાયડના પુર્વ ધારાસભ્ય ધવલસિહં ઝાલા પણ કેસરીય ખેસ ધારણ કર્યો છે.
ગૌરવ પટેલ, અમદાવાદ: રાધનપુરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પુર્વ નેતા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત જોડાઇ ગયા છે. ત્યારે તેમની સાથે બાયડના પુર્વ ધારાસભ્ય ધવલસિહં ઝાલા પણ કેસરીય ખેસ ધારણ કર્યો છે. સુત્રોના કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોરને વર્તમાન સરકારમાં મંત્રી બનાવાશે. તો સવાલ એ છે કે ત્રણ કે તેથી વધારે ટર્મ ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોનું શુ?
વધુમાં વાંચો:- સરકારી હોસ્પિટલોમાં અંધારામાં ‘ઇમરજન્સી સેવા’ ભગવાન ભરોસે
વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી તેમની સંતુલીત સરકરા તુટવાના કોઇ એંધાણ ન હતા. જોકે ગુજરાતમાં જ્ઞાતીના સમીકરણને વધુ મજબુત બનાવવા માટે ભાજપાએ કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ કરવા માંડયા છે. જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાને ભાજપામાં પ્રવેશ કરાવી મંત્રી બનાવ્યા અને લોકસભાની ચુંટણી અગાઉ જવાહર ચાવડાને ભાજપમાં પ્રવેશ કરાવી મંત્રી બનાવવ્યા છે.
વધુમાં વાંચો:- ZEE BREAKING: અલ્પેશ ઠાકોર બનશે મંત્રી? રૂપાણી સરકારનું કરાશે વિસ્તરણ
બળવાખોર સ્વભાવ માટે જાણીતા હકુભા જાડેજા ભાજપમાંથી વિજયી બન્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી જામનગરમાં પક્ષને નુકસાન કરી શકે છે એવો અંદાજો આવતાં તેમણે પણ મંત્રી બનાવાયા હતા. હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ભાજપમાં પ્રવેશમાં કર્યો છે અને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભાજપમાંથી ત્રણ કે તેથી વધારે ટર્મથી ચૂંટાયેલા ને મંત્રી કેમ નથી બનાવાયા એ સવાલ લોકોને થઇ રહ્યો છે.
વધુમાં વાંચો:- સુરત: ગેસનો બાટલો ફાટતા 5ને ગંભીર ઇજા, સારવાર દરમિયાન મોત
ભારતીય જનતા પાર્ટીના આ એ ધારાસભ્યો છે જેને હજુ મંત્રી પદ નથી મળ્યુ
ધારાસભ્ય | વિધાનસભા | ટર્મ |
પબુભા માણેક | દ્વારકા | 7 |
કેશુભાઇ નાકરાણી | ગારીયાધાર | 6 |
મધુ શ્રીવાસ્તવ | વાઘોડીયા | 6 |
નીમાબેન આચાર્ય | ભુજ | 5 |
જેઠાભાઇ ભરવાડ | શહેરા | 5 |
સીકે રાઉલજી | ગોઘરા | 5 |
આરસી પટેલ | જલાલપુર | 5 |
બાબુભાઇ જે પટેલ | દસક્રોઇ | 4 |
જિતેન્દ્ર સુખડીયા | સયાજીગંજ | 4 |
મોહનભાઇ ઢોડીયા | મહુવા | 4 |
ભરત ડાભી | ખેરાલુ | 3 |
ઋષીકેશ પટેલ | વિસનગર | 3 |
શંભુજી ઠાકોર | ગાંધીનગર દક્ષીણ | 3 |
દુષ્યંત પટેલ | ભરૂચ | 3 |
જુઓ Live TV:-