રાજકોટમાં કોઈ વેપારી માસ્ક વગર જોવા મળશે તો દુકાન 7 દિવસ માટે સીલ કરાશે
કોરોનાને ડામવા માટે કડકમાં કડક પગલા લેવા જરૂરી છે. સાથે જ લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે. લોકો જેટલા સચેત રહેશે તેટલા કોરોનાથી બચી શકશે. રાજકોટમાં પણ કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે કોરોનાના કેસ ઓછા કરવા માટે રાજકોટ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે મહત્વનો નિર્ણય લીધો છે.
ગૌરવ દવે/રાજકોટ :કોરોનાને ડામવા માટે કડકમાં કડક પગલા લેવા જરૂરી છે. સાથે જ લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે. લોકો જેટલા સચેત રહેશે તેટલા કોરોનાથી બચી શકશે. રાજકોટમાં પણ કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે કોરોનાના કેસ ઓછા કરવા માટે રાજકોટ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને લઈને મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, રાજકોટની બજારોમાં દુકાનોમાં વેપારી કે ગ્રાહક માસ્ક વગર જોવા મળશે તો 7 દિવસ માટે દુકાન કરાશે સીલ. સાથે જ જે પણ દુકાન બહાર સોશ્યલ ડિસ્ટનસિંગ નહિ હોય તો પણ પગલા લેવાશે. રાજકોટ મનપા અને પોલીસ દ્વારા આ મામલે સંયુક્ત કાર્યવાહી હાથ ધરશે.
તો બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકો સ્વંયભૂ લોકડાઉ તરફ વળ્યા છે. ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર અને વેપારીઓ દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાય છે. કોરોનાની ચેઇન તોડવા સ્વાયંભૂ બંધ રાખવા લોકોને અપીલ કરાઈ હતી. શહેરના 25 જેટલા એસોસિયેશન દ્વારા બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. જો ભાવનગરમાં આ વચ્ચે શનિવારે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. બજારોમાં મોટાભાગના વેપાર ધંધા ખુલ્લા જોવા મળ્યા હતા. વેપારીઓએ કરેલા સ્વયંભૂ બંધના નિર્ણયનો પ્રયાસ તદ્દન નિષ્ફળ રહ્યો હતો. જોકે સોની વેપારીઓએ સજ્જડ બંધ પાળી સંપૂર્ણ સહકાર આપ્યો હતો.