ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાતમાં બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિના આગેવાનોએ ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ ન કરવા મુદ્દે કોંગ્રેસનું સમર્થન માંગ્યુ છે. પાટીદાર, કરણીસેના, બ્રાહ્મણ સહિતના આગેવાનોએ કોંગ્રેસ ઉપપ્રમુખને આવેદન પત્ર આપી એલઆરડીમાં સમાવિષ્ટ બિન અનામત મહિલાઓને સમર્થન આપવા માંગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર આંદોલનના આગેવાન કરણીસેનાના અધ્યક્ષ, બ્રાહ્મણ સમાજના આગેવાનો અને એલઆરડીની ભરતીમાં રહેલી બિન અનામત વર્ગની મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયે પહોચી હતી. ઓગસ્ટ 2018માં ગુજરાત એડમીન્સ્ટ્રેટીવ ડીપાર્ટમેન્ટે કરેલો પરિપત્ર રદ ન કરવા અંગે સમર્થન મેળવવાના મુદ્દે બિન અનામતના આગેવાનો ગુજરાત કોંગ્રેસ પ્રમુખને આવેદન પત્ર આપવા માગંતા હતા. જોકે પ્રમુખ દિલ્હી હોવાથી ગુજરાત કોંગ્રેસના ઉપ પ્રમુખ ડૉ જીતુ પટેલે આવેદન પત્ર સ્વિકાર્યુ હતું. જીતુ પટેલે કહ્યું હતું કે હાલમાં આવેદન પત્ર લેવામાં આવ્યુ છે. જેનો અભ્યાસ કરી આગળનો નિર્ણય કરવામાં આવશે.


ગુજરાત કોંગ્રેસના ઉપ પ્રમુખ ડો. જીતુ પટેલે જણાવ્યું હતું કે બિન અનામત વર્ગના નેતાઓ પોતાની માગંણીઓ મુદ્દે કોંગ્રેસનું સમર્થન માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે એલઆરડી મહિલા અનામત મુદ્દે જે પરિપત્ર છે તે યોગ્ય છે. જો સરકાર કોઇ રાજકીય દબાણ હેઠળ તેને રદ કરવાનો પ્રયાસ કરે તો કોંગ્રેસ રચનાત્મક વિપક્ષ તરીકે તેનો વિરોધ કરે. 


જો કે આ કિસ્સામાં કોંગ્રેસની હાલત કફોડી બની છે. કેમ કે કોંગ્રેસના નેતાઓ અગાઉ ઉપવાસ પર બેઠેલી ઓબીસી, એસસી, એસટીની મહિલાઓ સાથે મુલાકાત કરી આ પરિપત્ર રદ કરવાની માંગ કરી ચુક્યા છે. ત્યારે જોવાનુ એ છે કે કોંગ્રેસ આ મુદ્દે કયુ સ્ટેન્ડ લે છે.


બિન અનામત વર્ગની યુવતીઓ અને સમાજના અગ્રણીઓ બિન અનામત વર્ગની માંગણીઓને કોંગ્રેસ સમર્થન આપે તેવી માંગ સાથે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા. તેમની માંગ સ્પષ્ટ હતી કે 1 ઓગષ્ટ 2018 ના પરિપત્ર અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ જ સરકારી ભરતીઓ કરવામાં આવે. બિન અનામત વર્ગની આ માંગણીને કોંગ્રેસ સમર્થન જારી કરે તેવી માંગ કરાઈ હતી. બિન અનામત વર્ગના પ્રતિનિધિ તરીકે હાજર રહે રાજ શેખાવતે તો ચીમકી પણ ઉચ્ચારી હતી કે કોંગ્રેસે મત જોઈતા હશે તો સમર્થન આપવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube