* દમણમાં 31 ને લઈ દમણ પ્રશાસનનો મોટો આદેશ
* રાત્રી 10 વાગ્યા સુધી જ ચાલુ રહેશે 31ની ઉજવણી
* 10 વાગ્યા પછી કોઈ પણ ઉજવણી થશે તો કડક કાર્યવાહી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમણ : સામાન્ય રીતે 31ની ઉજવણી માટે ગુજરાતીઓનાં પસંદગીના સ્થળોમાં દીવ, દમણ અને આબુ હોય છે. મોટા પ્રમાણમાં ગુજરાતીઓ 30 તારીખથી જ અહીં પહોંચી જતા હોય છે. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાનાં કારણે અહીં કોઇ પણ પ્રકારની બંધી હોતી નથી. આ ઉપરાંત અહીં રંગારંગ કાર્યક્રમો જેવી અનેક ઉજવણીઓ પણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે. તેવામાં ગુજરાતીઓ અહીં પહોંચે છે. નવુ વર્ષ હોવાનાં કારણે સ્થાનિક કલાકારોના ખુબ જ મોટા પ્રમાણમાં કાર્યક્રમો રાખવામાં આવે છે.


ગોંડલનો જુગલ ભટ્ટ KBCમાં ચમકયો, આ પહેલાં જીત્યો હતો એક કોન્ટેસ્ટ

જો કે આ વર્ષે કોરોના હોવાના કારણે મોટા ભાગનાં સ્થળો પર ઉજવણી મુલતવી રાખવામાં આવી છે અથવા તો ખુબ જ ઓછા સમય માટે ઉજવણીની છુટ આપવામાં આવી છે. સામાન્ય રીતે 30 અને 31 તારીખની આખી રાત ઉજવણી ચાલતી હોય છે. પરંતુ આ વખતે દમણ તંત્ર દ્વારા ઉજવણી મોકુફ રાખવામાં આવી છે. કોરોના કાળ હોવાના કારણે કોઇ કાર્યક્રમ તો નથી જ રખાતો પરંતુ સાથે સાથે ઉજવણી પણ રાત્રે 10 વાગ્યા સુધી કરવા માટેની જ પરવાનગી આપવામાં આવી છે.


રાજીનામું આપનાર BJP સાંસદનો યૂટર્ન, કહ્યું- જો Resign આપી દેત તો 'મફત' સારવાર ન મળતી

દમણ તંત્ર દ્વારા કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને તમામ કાર્યક્રમો પર રોક લગાવી છે. 31મી તારીખે રાત્રે માત્ર 10 વાગ્યા સુધી જ લોકો બહાર ફરી શકશે. ત્યાર બાદ રાત્રી કર્ફ્યૂ લાગુ થઇ જશે. જેથી દમણમાં ગયેલા ગુજરાતીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં ચાર મુખ્ય મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં હોવાનાં કારણે અનેક લોકો નાના સેન્ટર્સ પર પાર્ટી માટે ગયા છે. જો કે હવે સ્થાનિક તંત્રો દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતા આ ઉજવણી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube