અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ગરમી વધી ચુકી છે. તેવામાં વિવિધ નેતાઓના નિવેદનોના કારણે પણ પક્ષો અવારનવાર ચર્ચામાં આવતા રહે છે. વિધાનસભાના વિપક્ષી નેતા અને ટ્વીટ ( twitter)ર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ ફરી એકવાર ટ્વીટ ( twitter) કરીને ચકચાર મચાવી છે. ભાજપનાં જોડાયેલા કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોને પરેશ ધાનાણી (Paresh Dhanani) અગાઉ જ જયચંદો ગણાવી ચુક્યા છે. જો કે હવે તેમણે ઉમેદવારો અંગે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ કરતા હોય તે પ્રકારનું ટ્વીટ ( twitter) કરતા લખ્યું કે, ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહી હાલે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : ગરીબના પેટનું સરકારી અનાજ વેચવા જાય એ પહેલા પોલીસે પકડી લીધું  


પરેશ ધાનાણી (Paresh Dhanani)એ પોલિટિકલ કેરેક્ટર સાથે એક કેપ્શન ટ્વીટ ( twitter) કર્યું હતું. આ કેપ્શનના કારણે પક્ષ પલટો કરનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું હતું. રાજ્યનાં રાજકીય નિષ્ણાંતો ધાનાણીના સાયબર વોરને પ્રભાવશાળી નેતા તરીકે લેખી રહ્યા છે. જનતાની નજરે આ નેતાઓને ગદ્દાર  સાબિત કરાવવા માટે મથી રહેલા વિપક્ષના નેતા પોતાના ટ્વીટ ( twitter)ર પર એક પછી એક હુમલાઓ કરી રહ્યા છે. 


જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા તેની સાથે જ દિયરને હતા સંબંધ, ને એક રાત્રે....


ધાનાણીએ ટ્વીટ ( twitter)ર પર લખ્યું કે, ગદ્દારો વિરુદ્ધ ગુજરાતમાં લડાઇ, ગાંડો હશે તોય હાલશે પણ ગદ્દાર તો નહી જ. #ગદ્દાર_જયચંદોને_જવાબ_આપો નો ઉપયોગ કર્યો હતો. આ જ હેશટેગ સાથે તેમણે અગાઉ લખ્યું હતું કે, સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ વફાદારો બધા ફરે છે. વાંઝિયા અને ગદ્દારોને જ ઘરે પારણુ કેમ બંધાણું? , કાળાધન ના કોથળે કોણ કોણ તોલાણું? 16-16 કરોડમાં કોણ કોણ વેચાયું ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube