તેજશ મોદી/સુરત: ભાજપ અને કોંગ્રેસ બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ એનસીપી સાથે નવી ઇનિંગ શરુ કરી છે. આ સાથે જ તેમને પોતાના જુના સંગઠન શક્તિદળની પણ શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે તેઓ સુરતની મુલાકાતે હતાં, જ્યાં તેમને પત્રકારો સાથે વાતચીત કરી હતી. વાઘેલાએ જણાવ્યું હતું કે, શક્તિદળની ફરી શરૂઆત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતમાં શક્તિદળના સભ્યો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ગ્રેજ્યુએટ યુવકો કોઈ કામ કરવા માંગે છે. પરતું તેમની પાસે કોઈ કામ નથી. ત્યારે આ અંગે અનેક વખત ચર્ચા થઈ હતી કે શું કરીએ, અને તેથી જ આ શક્તિદળ ફરીથી શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સરકાર કે તંત્ર નહીં પહોંચે ત્યાં અમે પહોંચીશું અને લોકોની મદદ કરીશું, એક વર્ષમાં એક લાખ લોકોને જોડવામાં આવશે તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 


યુવાનો અસામાજિક તત્વક નો હાથો ન બને તે માટે આ પ્રવૃત્તિ જરૂરી છે. હાલમાં ગુજરાતમાં આદિવાસી સમાજ સૌથી વધુ દુઃખી છે, તેમની જમીનો જઈ રહી છે, તેમની પાસે કોઈ કામ નથી, ત્યારે સરકારે કોઈની હાઈ ન લાગે તેવું કામ કરવું જોઈએ, ખેડૂતોને MSPનું કહેવામાં આવ્યું છે પણ આ તો નામ માત્રની MSP છે, આ સરકારમાં ધંધા રોજગારની હાલત પણ કફોડી બની છે. GST અને નોટબંધીના કારણે સુરતની દશા બગડી છે. 40 લાખથી વધુ ક્વોલિફાઇડ બેકાર યુવાનો છે.


લોકસભા ચૂંટણી 2019: દેશની સૌથી ધનવાન પાર્ટી ‘ભાજપ’ ઉઘરાવશે પાર્ટી ફંડ


2019માં ભાજપનું વિમાન નોઝ ડ્રાઇવ થશે, કારણ કે 2014એ 2019 નથી કે બધા તમારી વાત માની લે. 2019માં ભાજપ 272 સુધી નહીં પહોંચે, તમામ સાથી પક્ષો નારાજ છે. કેટલાક તો છોડીને પણ જતા રહ્યા છે. શરદ પવારના પીએમ થવાની શકયતા અંગે કહ્યું કે, અત્યારે ખુબ જલ્દી કહેવાય કઈ પણ કહેવું, પણ પાવર સક્ષમ છે તેમાં કોઈ બે મત નથી. પ્રવીણ તોગડીયા સંઘને સમર્પિત હતાં. પણ તેમની સાથે છેતરપીંડી થઈ હતી. ત્યારે તેઓ ચૂંટણી લડશેતો ભાજપને નુકસાન થશે.


વાયુ સેનાની શક્તિ વધશે: અમેરિકા પાસેથી ખરીદાયેલા ચીનુક હેલિકોપ્ટર પહોંચ્યા ગુજરાત


તેઓ ક્યારેય પણ ભાજપને સમર્થન નહીં આપે, તો હાર્દિક પટેલના ચુંટણી લડવા પર કહ્યું હતું કે, આ અંગે મારે હાર્દિક સાથે કોઈ વાત નથી થઇ, તે અંગે હાર્દિક જ કઈ પણ કહી શકે છે, જોકે બાપુ પોતે ક્યાંથી ચુંટણી લડશે તે અંગે કોઈ પણ ફોડ પાડ્યો ન હતો. તેમને કહ્યું હતું કે આ અંગે કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યાંજ પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ચુંટણી લડશે તેમ કહેતા તમને કહ્યું હતું કે જો આ બેઠક છોડે તો પ્રજા સાથે દ્રોહ કર્યો કહેવાય અને સાથે આ બેઠક તેમના માટે સુરક્ષિત પણ છે, કારણ કે પીએમના ઉમેદવારની નારાજગી છતાં લોકો નહીં હરાવે.