ઉદય રંજન/રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્રારા આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો.12 મુદ્દાઓના ચૂંટણી ઢંઢેરામાં મહિલા સશક્તિકરણ, યુવાનો, વડિલો માટે અલગ અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર ઉધોગ, રમત ગમત, સાંસ્કૃતિક વારસો, આરોગ્ય, પર્યાવરણ અને ટ્રાફિક સમસ્યા પર ભાર મૂકવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો શ્વાન સાથે મોર્નિંગ વોક પર નિકળ્યા તો તમારા પર થઇ શકે છે હૂમલો, જઇ શકે છે જીવ!


ચૂંટણી ઢંઢેરાના મહત્વના મુદ્દા...
1.આત્મનિર્ભર સ્ત્રી માટે હેન્ડલૂમ,હેન્ડીક્રાફ્ટ,યોગા સેન્ટર,રસોઇ વર્ગો,ગૃહઉધોગ,ઇન્ડોર ગેમની સુવિધા ઉભી કરવામાં આવશે.
2.બાળકો માટે રમતના મેદાન,આઘુનિક લાયબ્રેરી,સાયન્સ સેન્ટર અને મૂલ્યવર્ધીત સુવિધાઓ  ઉભી કરાશે.
3.યુવાનો માટે ઇન્ટરનેટ વાઇફાઇની સુવિધાઓ,સ્પર્ધાત્મક પરિક્ષા માટેના વર્ગો,અન્ય દેશોની ભાષા શિખવા ટોકનદરે સ્કૂલ શરૂ કરાશે,મહાનગરપાલિકામાં યુવા વિકાસ સમિતિ તૈયાર કરાશે.
4.વડિલો માટે દાદા દાદી પાર્ક અને લાયબ્રેરીમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે
5.નલ સે જલ યોજના પૂરી કરાશે,સૌની યોજના થકી 24 કલાક પાણીની સુવિધાઓ કરાશે અને વધુ હોકર ઝોનની સુવિધા કરાશે,શાળા કોલેજ સુધી સીટી બસની સેવા વધારાશે.હેપીનેસ પાર્ક તૈયાર કરાશે
6.નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓની સાથે બાગ બગીચા,સ્વિમીંગ પુલ,કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ
7.સેન્ટ્રલ ઝોનમાં ઓડિટોરીયમ,થિયેટરની સુવિધાઓ વધારાશે
8.શહેરની મુખ્ય બજારમાં ઓટોમેટિક વોટર મશીન,ગીચ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા,ઇમિટેશન જ્વેલરી પાર્કની વ્યવસ્થા,4 નવા ફૂડ ઝોન બનશે.
9.આરોગ્ય કેન્દ્રનું આધુનિકીકરણ,જાહેર યુરિનલનું આધુનિકીકરણ બનાવાશે.
10.શહેરમાં કુલ પાંચ નવા અંડરબ્રિજ-ફલાયઓવરનું આયોજન,શહેરના રસ્તાઓ પહોળા કરવાનું આયોજન
11.નવુ ઇન્ડોર સ્ટેડિયમ,જિમ,યોગા સેન્ટર ઉભા કરવા
12.ડિવાઇડર પર વૃક્ષારોપણ,શહેરમાં ત્રણ લાખ વૃક્ષોરોપવાનું આયોજન,જુદી જુદી થીમ આધારિત બાગ બગીચાનું આયોજન.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube