અલ્કેશ રાવ/બનાસકાંઠા : ગુજરાત સરકારમાં ચાલી રહેલી વિવિધ ભરતીઓમાં લોકોને નોકરી લગાવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતાં શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે. આ લોકો વધુ કોઈ ભરતી કૌભાંડમાં સામેલ છે કે નહીં તે અંગેની તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ખાનગી હોસ્પિટલોનું ટેન્શન વધ્યું, PMJAY યોજનાના 300 કરોડ હજી ચૂકવાયા નથી


ગુજરાતમાં કેટલાય સમયથી ભરતી કૌંભાંડ સામે આવી રહ્યા છે જેને લઈને સરકાર કડક બની છે. તો બીજી તરફ વિવિધ સરકારી ભરતીઓમાં નોકરી લગાડવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગોને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે બનાસકાંઠા પોલીસ આવા તત્વોને પકડવા માટે વોચમાં હતી. ત્યારે પોલીસને થરાદના મહેન્દ્રસિંહ પઢીયારને અમુક લોકો આવનારી વિવિધ ભરતીઓમાં પૈસાથી સેટિંગ કરાવીને પાસ કરાવવાની વાત કરી હતી. જેથી એક જાગૃત નાગરિક તરીકે તેણે આ બાબતની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ બાબતે 2 આરોપીઓની અકાયત કરી હતી. જેમાં એક ઝડપાયેલ આરોપી પાલનપુરના પેડાગડા ગામનો વતની કીર્તિ પરમાર 2018માં સરકારી શિક્ષકની ભરતીમાં છેતરપીંડી કરવામાં સંડોવાયેલો હૉવાથી પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. 


[[{"fid":"374655","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ઝડપાયેલા આરોપીઓ)


‘હું અંદરથી સ્ત્રી છું, મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે...’ મેડિકલના સ્ટુડન્ટના પત્રથી ખળભળાટ


માસ્ટર માઈન્ડ કીર્તિ પરમાર કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વગર તેમાં પાસ કરવવા એકાદ વર્ષ અગાઉ અલગ-અલગ સરકારી ભરતીમાં ડીસા તાલુકાના પ્રકાશભાઈ ચોધરીને પાસ કરાવવા તેના સહ આરોપીઓ ભરત ચોધરી અને રાજેશ ચોધરી સાથે મળીને પ્રકાશભાઈ પાસેથી 5,20,000 રૂપિયાની રકમ પડાવી હતી. જેમાંથી 1 લાખ રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને મેળવી હતી. જેમાંથી તેમને પ્રકાશ ચોધરીને અઢી લાખ રૂપિયા પાછા આપ્યા ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ આરોપીઓ અન્ય આવનાર ભરતીઓમાં પણ કોઈને પોતાનો શિકાર બનાવવાની ફિરાકમાં હોવાથી પોલીસે ઝડપાયેલા બે આરોપીઓ અને ફરાર એક આરોપી સહિત નોકરી માટે પૈસા આપનાર પ્રકાશ ચોધરી સહિત 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી ભરતીમાં લોકોને નોકરીની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતાં 4 લોકો સામે ફરિયાદ નોંધી 2 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 


જે દાવતમાં એકસાથે 1255 ને ફૂડ પોઈઝનિંગ થયું, તે કોંગ્રેસના વઝીરખાનના પુત્રના લગ્નની હતી


આરોપીઓના નામ...
(1) કીર્તિભાઈ બાબુભાઇ પરમાર-રહે પેડાગડા ,તા-પાલનપુર -મુખ્ય આરોપી
(2) ભરતભાઇ વાસ્તાભાઈ ચોધરી -રહે વીંછીવાડી ,તા -ધાનેરા -સહ આરોપી
(3) રાજેશભાઈ ચોધરી,રહે મજાદર, તા -વડગામ-સહ આરોપી
(4) પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ચોધરી ,રહે પેછડાલ,તા-ડીસા-નોકરીની માટે પૈસા આપનાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube