ગૌરવ પટેલ/ગાંધીનગર : સરકાર પહેલા 100% વેક્સિનેશન કરે, પછી વેક્સિન વગર ધંધા નહીં એવા ફતવા જાહેર કરે છે. પરંતુ વેક્સિન નથી મળી રહી. વેક્સિન વગર પણ વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિકોને વેપાર-ધંધા કરવા દેવામાં આવે તે ખુબ જ જરૂરી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, વેક્સિનેશનના નામે મોટા દાવાઓ છતાં ગુજરાતમાં 7 જુલાઈથી વેક્સિનેશન બંધ છે, ક્યારે શરૂ થશે તેની કોઈ ખાતરી અપાતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની ભાજપ સરકારે એવો ફતવો બહાર પાડેલો છે કે 10 જુલાઈ સુધીમાં વેક્સિન ના લે તેવા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિકોને વેપાર-ધંધા કરવા દેવામાં આવશે નહીં. વેક્સિન નહીં લીધી હોય અને વેપાર-ધંધા કરશે, તો તેમને આર્થિક દંડ અને જેલ થશે! એક બાજુ સરકાર એકબાદ એક માન્યમાં ના આવે તેવા બહાના કાઢી વેક્સિનેશન બંધ રાખવાની હાસ્યાસ્પદ જાહેરાતો કરી રહી છે. બીજી બાજુ આવા તાયફાઓ કરી જનતાને હેરાન કરી રહી છે, હવે મારે ભાજપ સરકારને પુછવું છે જો વેક્સિનેશન બંધ છે તો પછી.


વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિકોને વેક્સિને લેવા માટે ક્યાં જાય? શું તેમને પૈસા ખર્ચીને ખાનગી હોસ્પિટલોમાં વેક્સિને લેવાની ફરજ પાડવામાં આવી રહી છે? કે પછી ભાજપ સરકાર વેપાર-ધંધા બંધ કરાવવાના ષડયંત્ર સાથે આ કરી રહી છે? મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતુ કે, ભાજપ સરકારના આંધળુકિયું મેનેજમેન્ટથી જનતા ત્રસ્ત થયા છે. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે, આવા તાયફાઓ કર્યા વગર પહેલા વેક્સિનનો પુરતો સ્ટોક લાવો. 


100% વેક્સિનેશન થાય અને દરેક વ્યક્તિને મફત અને ધક્કા ખાધા વગર સરળતાથી વેક્સિનના બંને ડોઝ મળે તેવી વ્યવસ્થા ગોઠવે. ત્યાં સુધી વેપારીઓ વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિકો હેરાન ના કરો. આ પ્રકારનાં અંધાધુંધ વહીવટના કારણે ગુજરાતની જનતા પરેશાન થઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube