Heatwave Alert : ઉનાળો આવે એટલે હીટવેવનું એલર્ટ આવે છે. હીટવેવ એટલું ઘાતક હોય છે લોકોનો જીવ પણ જાય છે. હીટવેવ કેટલું ઘાતક નીવેડ છે તેના પર એક રસપ્રદ સરવે કરાયો છે. હીટવેવ અને હીટ સ્ટ્રેસની અસર પર પહેલીવાર વિગતવાર માહિતી મેળવાઈ છે. જેમાં એક્સપર્ટે એવુ સોલ્યુશન આપ્યું કે, સતત બે દિવસ હીટવેવથી જીવનું જોખમ 14.7 ટકા વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. આ આગાહીને કોઈ નાનીસૂની આગાહી ન ગણતા. કારણ કે, આ આગાહી લોકોનો જીવ પણ લઈ શકે છે. દેશના અનેક શહેરોમાં હીટવેવની સ્થિતિ છે. 


લેઉવા પટેલની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યુ નામ


હીટવેવ વિશે એક્સપર્ટસે કહ્યું કે, હીટવેવને કારણે જીવનું જોખમ વધી જાય છે. સ્વીડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાર્યનમેન્ટ મેડિસીન, નવી દિલ્હીના સેન્ટર ફોર ક્રોનિક ડિસીસ કન્ટ્રોલ, સેન્ટર ફોર પોલિસી રિસર્ચ વગેરેના સંશોધનથી નિષ્કર્ષ સામે આવ્યું છે. જો હીટવેવ 2 દિવસથી વધુ ચાલે તો મૃત્યની શક્યતા 14.7 ટકા વધી જાય છે. સંશોધન માટે વર્ષ 2008 થી 2019 સુધીના ડેટા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે 1116 લોકોના હીટવેવથી મોત થયા છે. 


ભાવનગર સુધી આવી પહોંચેલા સાવજોને નવું ઘર અપાશે, લોકભાગીદારીથી શરૂ કરાયો નવો પ્રયાસ


તાપમાનમાં 1 થી 4 ડિગ્રી વધારે રહે છે. ત્યારે પણ જીવનું જોખમ રહેલું છે. તેને હીટ સ્ટ્રેસ કહેવામાં આવે છે. સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. 


આંકડા અનુસાર, 2008 થી 2019 વચ્ચે દેશના 10 શહેરોમાં 168 વખત હીટવેવ આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 28 વખત અને હૈદરાબાદમાં ઓછામા ઓછા 8 વાર હીટવેવ આવ્યું છે. હીટવેવ એક દિવસ હોય તો મોતનું પ્મરાણ 12.2 ટકા વધી જાય છે. અને હીટવેવ સતત રહે તો આંકડો વધીને 14.7 ટકા થઈ જાય છે. 


પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકો