આ ટ્રેન્ડ લાંબો ચાલશે તો પૈસા કાગળ થઇ જશે અને ગુજરાતીઓને ભુખે મરવાનો વારો આવશે
હાલમાં ગુજરાતના ખેડૂતોમાં એક નવો જ ટ્રેન્ડ ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યો છે. જેના કારણે આગામી સમયમાં મુખ્ય ધાન્ય અનાજોનો ભારે દુષ્કાળ સર્જાઇ શકે છે.
કેતન બગડા/અમરેલી : જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ રવિ પાકમાં ઘઉંનું વાવેતર સૌથી ઓછું કર્યું છે. અમરેલી જિલ્લામાં વર્ષોથી ખેડૂતો રવિ પાકમાં પ્રથમ નંબરે ઘઉં અને બીજા નંબરે ચણા અને ડુંગળીનું વાવેતર કરતા હોય છે, પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી ઘઉંના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતો હવે અન્ય પાક તરફ વળ્યા છે. આ ટ્રેન્ડ લાંબો ચાલે તો મુખ્ય અનાજોની અછત પણ લાંબા સમયે સર્જાઇ શકે છે.
RAJKOT : એક જ ધડાકે આખો પટેલ પરિવાર વિખાઇ ગયો, 2 બાળકોનો ચમત્કારીક બચાવ
અમરેલી જિલ્લામાં કપાસ, મગફળી, ઘઉં, ચણા વગેરે જણસોનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી પાકના સારા ભાવ મળે તે પાકનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતોએ પાકની પદ્ધતિ બદલાવી છે. ખેડૂતોને ઓછા ખર્ચે સારા ભાવ મળે તેવા પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. રવિ પાકની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથી ઘઉં મોટા પ્રમાણમાં વાવેતર કરતા હતા પરંતુ ઘઉંના છેલ્લા ઘણા સમયથી ઓછા ભાવ મળતા ખેડૂતો હવે અન્ય પાક તરફ વળ્યા છે ઘઉંના પાકમાં ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવ મળે છે વળી ઘઉંના પાકમાં ખેડૂતોને મહેનતમાં વધુ થાય છે અને વળતર ઓછું મળે છે. ગત વર્ષે ઘઉં ના ભાસવ 350 થી લઈને 450 સુધીના હતા. જ્યારે ચણા, ડુંગળી વગેરે જણસોમાં સારા ભાવ મળે છે.
દાહોદ જિલ્લામાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટાઓ પીરસાયા, ગ્રુપના તમામ સભ્યો ધડાધડ લેફ્ટ
સમયાંતરે ખેડૂતો સારા ભાવ મળે તે માટે ખેતરોમાં પાકનું વાવેતર કરતા હોય છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં રવિ પાકમાં ઘઉં મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતો કરતા હોય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી ઘઉંના સારા ભાવ ના મળતા ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યાં છે. ઘઉંના પાકમાં પાણી પુષ્કળ પ્રમાણ જોઈએ છે. પાણી ઉપરાંત દવા અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને થાય છે. આથી હવે જિલ્લાના ખેડૂતોએ ઘઉંનું વાવેતર ઓછું કર્યું છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મોટાભાગે ચણાનું વાવેતર કર્યું છે. જ્યારે ઘઉંનું વાવેતર બીજા નંબરે થયું છે. પાકના ભાવો ઓછા હોવાને કારણે ખેડૂતો હવે ઘઉંનું વાવેતર ઓછું કરી દીધું છે, ત્યારે આવનારા દિવસોમાં ઘઉંના ભાવ વધે તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube