મૌલિક ધામેચા /અમદાવાદ : અમદાવાદ : 31 ડીસેમ્બર નજીક આવતા જ બુટલેગરો દારૂની હેરાફેરીમાં લાગી ગયા છે. જયારે પોલીસે વિવિધ નાકાબંધી પોઈન્ટ અને બાતમીદારોનાં નેટવર્કને સક્રિય કરી દીધા છે. એવામાં જ અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું ઝડપાયું છે. PCBની ટીમે આંબાવાડી વિસ્તારના કમલા અપાર્ટમેન્ટમાં ચાલતા દારૂ બનાવવાનાં ગેરકાયદેસર કારખાનાં પર રેડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી માટે પાટીલ ભાઉનો નવો મંત્ર, કર્મ કરો ફળની આશા ન રાખો, સમય આવ્યે દરેકને ફળ મળશે


પોલીસે તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડનો બોટલોમાં વિદેશી દારૂ મિલાવટ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-152, ખાલી બોટલો નંગ-235, બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા 1,89,784 નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આટલું મોટુ કારખાનું ચાલી રહ્યું હતું તેમ છતા પણ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનને જાણ સુદ્ધા નહોતી. જેના કારણે હાલ એલિસબ્રિજ પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 


અમદાવાદમાં અનેક હસ્તીઓની સારવાર કરનાર ડોક્ટર પાસે ડિગ્રી જ નહોતી, પોલીસે ઝડપ્યો !


માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં બિનકાયદેસર દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે PCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પીસીબીએ દરોડા પાડીને આરોપીઓ હિતેન્દ્ર ઉર્ફે બંટી જૈન, જીતેન્દ્ર ઉર્ફે ટીનો જૈન નામના શખ્સોને આ પ્રકારે દારૂની મિલાવટ કરવાનાં ગુનામાં ઝડપી લીધા છે. જેને પગલે પોલીસે વધુ પુછપરછ માટે બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube