ભરત ચુડાસમા/ ભરૂચ: આજથી વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પરથી જો તમારે નીકળવાનું હોય અથવા તો રૂટિન રસ્તો હોય તો ઘરેથી થોડા વહેલા નિકળજો. કારણ કે NH 48 ઉપર ભરૂચથી વડોદરા જતા વરેડિયા નજીક ભૂખી ખાડીનો 2 લેન સાંકળો બ્રિજ સમારકામ માટે 13થી 16 ડિસેમ્બર બંધ કરવામાં આવનાર છે. જેને કારણે રોજના પસાર થતા 30,000 વાહનોએ બન્ને તરફથી વડોદરા-ભરૂચની 2 લેનમાંથી પસાર થવું પડશે. આજથી 4 દિવસ સમારકામના કારણે 2 લેન પરથી જ વરેડિયા અને માંચ ગામ વચ્ચે બન્ને તરફનો ટ્રાફિક પસાર થઈ શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે  વડોદરા-ભરૂચ સિકસલેન NH 48 ઉપર વરેડીયા પાસે આવેલી ભુખી ખાડી 2 લેન બ્રિજ ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ કરવામાં આવનાર છે. ત્યાં સાંકડું નાળુ જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ આવશ્યક બન્યું છે. જેથી બ્રીજ રીપેરીંગ અર્થે બંધ કરી ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનોને વડોદરાથી ભરૂચ તરફ આવતાં હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પાલેજ-નબીપુર વચ્ચે માંચ થી વરેડિયા ગામ વચ્ચે સિંગલ લેનમાં 4 દિવસ માટે બને તરફનો ટ્રાફિક ચલાવવામાં આવશે.



આજે આશાબહેનના નશ્વરદેહને વિશોળ ગામે લઈ જવાશે, ઊંઝામાં અંતિમયાત્રા, સિદ્ધપુરમાં અંતિમવિધિ


તમને જણાવી દઈએ કે હાઇવે ઉપર 4 દિવસના સમારકામને લઈ ભરૂચથી વડોદરા તરફ જતા માંચ ગામેથી કટ લઈ વાહનચાલકોએ રોંગસાઈડ વરેડિયા સુધી જવું પડશે. જ્યાંથી વરેડિયાથી આવતા કટમાંથી બહાર નીકળી ફરી ભરૂચ-વડોદરા લેન ઉપર આવવું પડશે. જેને લઈ હાઈવેનો બન્ને તરફનો ટ્રાફિક 4 દિવસ માટે વરેડિયા- માંચ ગામ વચ્ચે વડોદરા-ભરૂચ તરફની 2 લેન પરથી જ પસાર થતા વાહનોની કતારો ખડકાઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube