ભુજ: દેશની પશ્ચિમી સરહદ નજીક ટુરિજમનું હબ બની ગયેલું સફેદરણ હવે એક પ્રચલિત નામ બની ગયું છે. રણોત્સવનો પ્રારંભ થયા બાદ કચ્છ દુનિયામાં પોતાના વાઈટ રણના કારણે પ્રસિદ્ધ બન્યું છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણની સફેદી નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમીસાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચુકથી લે છે. ભુજથી 90 કિલોમીટર દૂર ધોરડો નજીક રણોત્સવ ઉજવવામાં આવે છે. 2006 થી શરૂ થયેલું રણઉત્સવનો 13મુ વર્ષ છે. ચાલું વર્ષે રણઉત્સવ 1 નવેમ્બરથી પ્રારંભ થયો છે. ગત વર્ષ કરતા આ વખતે કોરોના પછીની છૂટછાટથી રણોત્સવ ધમધમી ઉઠ્યું છે અને હાલ તો હાઉસફુલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટે અધિકારીની ઝાટકણી કાઢી: ઘરે ફોન કરીને કહી દો આજે ઘરે નહી આવું જેલમાં જઉ છું


સરહદી વિસ્તારમા રહેતા લોકોની ગ્રામ્ય સંસ્કૃતિની આબેહૂબ મકાનો તેમજ ખાનગી રિસોર્ટમાં ઉભા કરાયેલા આકર્ષક દેશી ભૂંગા એટલે કે રહેવા માટેના મકાન લોકસંસ્કૃતિની ઝાંખી કરાવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ જ્યારે રણ ઉત્સવની મુલાકાતે આવતા હોય છે. ત્યારે અચૂક ટેન્ટ સિટીની મજા તેઓ માણતા હોય છે. પ્રવાસન વિભાગ અને ખાનગી કંપનીની સહભાગીદારીથી ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કચ્છની લોક સંસ્કૃતિને અનુરૂપ ઝાંખી કરાવતા અનેક પ્રદર્શનો પણ અહીં મૂકવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારથી શરૂ થયેલું ટેન્ટ સિટીમાં કલ્ચર કાર્યક્રમો હોય એડવેન્ચર ક્લબ હોય અહીં આવતા પ્રવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા તેમજ જમવા માટેનું એક સૌથી મોટું ડાઇનિંગ હોલ પણ બનાવવામાં આવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને કચ્છના સફેદ રણમાં જવા માટે સ્પેશ્યલ ઊંટગાડીઓની પણ વ્યવસ્થા પ્રવાસન વિભાગ તેમજ ખાનગી પેઢી દ્વારા કરવામાં આવ્યું છે. જોકે હાલ રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓની ઘટ જોવા મળી છે. હાલ  કોરોનાનો નવો વેરીએટ ઓમીક્રોન જે રીતે વિદેશમાં હાહાકાર મચવાનું શરૂ કર્યું છે જેને લઇ આ ઘટ જોવા મળી છે.


અમદાવાદમાં રોજનું કેટલું ડ્રગ્સ આવતું હશે? 1 કિલો, 2 કિલો, 3 કિલો નહી આંકડો જાણી ચોંકી ઉઠશો


રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા પણ પ્રવાસીઓ માણી રહ્યા છે. વિશ્વમાં ઘણા રણો આવેલા છે, તેમાં જો ભારતના રણની વાત કરીએ તો રાજસ્થાનનું રણ જે રેતીના ઢૂવા જોવા મળે છે પણ તેનાથી તદ્દન અલગ કચ્છનું મોટું રણ અલગ પ્રકારની વૈવિધ્ય ધરાવે છે. આજે પ્રવાસન પોઇન્ટ બની ગયું છે. એકદમ સપાટ ભૂમિ પર સફેદ ચાદર જોવા મળે છે. રણમાં જેમ ઠંડી વધુ પડે છે તેમ મીઠામાં નમક વધારે જોવા મળે છે. જલ્દીથી વધારે મીઠું બનવાની પ્રક્રિયા પણ થવા લાગે છે. રણ દિવસે અને સાંજના સમયે ભૌગોલિક રીતે અલગ જોવા મળે છે સમય પ્રમાણે કચ્છના સફેદ રણનો નજારો પણ જુદો દેખાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube