હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો (Electric Vehicle) મોટી સંખ્યામાં વપરાશ થયા તે માટે પોલિસી (Policy) જાહેર કરવામાં આવી રહી છે. પ્રદૂષણ (Pollution) ઓછું થયા ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ઇલેક્ટ્રિક્લ વ્હીકલનું પ્રોડક્શન પણ થયા તે દિશામાં કામગીરી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટુ-વ્હીલર, થ્રી વ્હીલર (Three Wheeler) અને ફોર વ્હીલર મોટાભાગે સ્કૂટર, બાઈક, રીક્ષા અને મોટરગાડી પર ભાર મુકવામાં આવશે. 6 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડનો (Carbon Dioxide) ઘટ થશે. રીક્ષા માટે 50 હજાર સુધીની સબસિડી (Subsidies) આપવામાં આવશે. ફોર વ્હીલર (Four Wheeler) માટે દોઢ લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. તેમજ ટુ વ્હીલર (Two Wheeler) માટે 20 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.


આ પણ વાંચો:- પ્રધાનમંત્રીએ એક ઇનિશિએટિવ લીધો, 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ: અમિત શાહ


રાજ્યના જુદા જુદા સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન (Charging Station) બનાવવામાં પડશે. 200 થી 225 કિલોમિટર બેટરી ચાલે છે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પણ સબસિડી આપવામાં આવશે. કેપિટલ સબસિડી (Capital Subsidy) આપવામાં આવશે. ચાર્જિંગ ફેસિલિટી મળે એ માટે સરકાર કામગીરી કરશે. સવા લાખ સ્કૂટર દોડશે, 75 હજાર રીક્ષા અને 25 હજાર કાર પ્રથમ તબક્કે દોડતી થશે. પ્રતિ કિલો વજનના આધારે સબસિડી આપવામાં આવશે.


આ પણ વાંચો:- ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 નો સીએમ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ


પ્રતિ કિલો વોલ્ટના આધારે સબસિડી આપવામાં આવશે. 500 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. 10 લાખની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે. અન્ય રાજ્યો કરતા પૂર્વક ગુજરાતે આ પોલિસી બનાવી છે. પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય હશે. બેટરીના કારખાના કે ઉત્પાદન કરશે તેમાં મેન્યુફેક્ચરિંગ માટેની પોલિસીમાં આવી જાય છે એટલે જુદી વાત નથી.


આ પણ વાંચો:- લવ જેહાદ કેસ: પીડિતાને ગર્ભવતી બનાવી અબોર્શન પણ કરાવ્યું, હોસ્પિટલમાંથી મળ્યા પુરાવા


ગુજરાતમાં આ મહિનામાં જ બેટરીનું ઉત્પાદન શરૂ થશે. 250 ચાર્જિંગ સ્ટેશને મંજૂરી આપી છે અને હજુ બીજા 250 સ્ટેશનને મંજૂરી આપવામાં આવશે. ભવિષ્યમાં વધુ ચાલશે તો સરકારી વાહનોને પણ ઇલેક્ટ્રીક કરવાનો વિચાર સરકાર કરશે. જેને પોલિસી પોસાય તેઓ વાહનો ખરીદે છે. ઇલેક્ટ્રોનિક વાહનો સરકારી વાહનો વાપરવા પર નિવેદન કર્યું છે. હાલ સરકારી વાહનો પર નિર્ણય નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube