ઝી બ્યુરો/અમદાવાદ: તમે કોઈ વસ્તુની ઓનલાઈન ખરીદી કરો તો સાચવજો નહીં તો પોલીસ ઘરે આવીને બેસશે. ઉત્તરાયણમાં એક એવી ઘટના સામે આવી છે તમે પણ ચોંકી જશો. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ ઓનલાઈન ચાઈનીઝ તુક્કલો ખરીદતાં પોલીસ ઘરે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડનગરમા 2800 વર્ષ જૂની વસાહતો મળી! 7 વર્ષથી ચાલતુ ખોદકામ, આટલાં વર્ષ કઈ રીતે ટક્યું?


આજરોજ અમો તથા આપ સાહેબ પોલીસ સ્ટેશન હાજર હતા દરમ્યાન નાયબ પોલીસ કમિશ્રર સાયબર ક્રાઈમ અમદાવાદ શહેર નાઓની કચેરીના પત્ર ક્રમાંક નં જી/૭૨૫/ના. પો.કમિ./ સાયબર ક્રાઇમ/૧૦૧/૨૦૨૪ તા ૧૩/૦૧/૨૦૨૪ નાઓના હુકમ આધારે મળેલ સુચના મુજબ આગામી ઉત્તરાયણના ત હેવાર અનુસંધાને પોલીસ કમિશ્નરે અમદાવાદ શહેરનાઓએ જાહેરનામું બહાર પાડયું હતું. આ જાહેરનામાથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હદ વિસ્તારમાં આવેલ જગ્યાઓએ સ્કાય લેન્ટર્નના આયાત, ઉત્પાદન, વેચાણ, વ્યાપાર, સંગ્રહ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય આ જાહેરનામાનો અસરકારક અમલ થાય તે હેતુસર સાયબર ક્રાઇમ બ્રાન્ચે આવી ચાઇનીઝ તુક્કલનું ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓને કાયદેસર નોટીસ પાઠવેલ હતી.


મોકો ચૂકતા નહીં! આ 3 દિવસ CMને મળેલી ભેટ-સોગાદો ખરીદી શકશો, 850 વસ્તુઓનું આકર્ષણ


 જે નોટિસને આધારે geek initus ઈ કોમર્સ કંપનીએ માહિતી આપી હતી કે, ૨૫, તેજેંદ્રા પ્રસાદ સોસાયટી, આશિર્વાદ હોસ્પિટલની પાછળ, વિરાટનગ ર રોડ, ઓઢવ, અમદાવાદ શહેર ખાતે રહેતાં સાર્થકકુમાર અજયકુમાર રહેલાનાઓએ ઓનલાઇન ખરીદી કરી ચાઇનીઝ  તુક્કલ (સ્કાયલેન્ટર્ન) નંગ - ૧૫ ની ડિલીવરી તેમના સરનામે મેળવી છે, જે માહિતી આધારે સુંદર જગ્યાએ તપાસ કરી કાયદેસર કરવા જણાવતાં પોલીસે 2 પંચો સાથે રેડ પાડી હતી. 


આદિવાસી ખૂન ક્યારેય વેચાતું નથી, હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો છું: કાંતિ ખરાડી


આ સરનામે જઈ તપાસ કરતાં જગ્યાએ એક ઇસમ હાજર મળી આવેલો જેથી બે પંચોને સદરી જગ્યાએ બોલાવી પંચો રૂબરૂ નામઠામ પુછતાં પોતે પોતાનું નામ સાર્થકકુમાર અજયકુમાર રુહેલા ઉવ.૨૪ રહે. ૨૫, તેજેંદ્રા પ્રસાદ સોસાયટી, આર્શિવાદ હોસ્પિટલની પાછળ, વિરાટનગર રોડ, ઓઢવ, અમદાવાદ શહેર ના હોવાનું જણાવેલ અને પોતે ઓનલાઇન JIO MART પોર્ટલ પર ઓર્ડરથી પ્રતિબંધીત તુક્કલ નંગ - ૧૫ મંગાવેલ હોવાનું જણાવી તે તુક્કલો રજુ કરતાં હોય જે તુક્કલ નંગ – ૧૫ કુલ કિં.રૂ. ૫૬૯/ -ગણી પંચનામા વિગતે કબ્જે કરેલો છે.


એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ; પ્રેમિકાની હત્યા કરી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ


જેથી પોલીસે ચાઈનીઝ તુક્કલો ઓનલાઈન મગવાનાર સામે અમદાવાદ શહેરનાઓના જાહેરનામા ક્રમાંક વિશેષ શાખા/એ સેક્શન /પ૨ મીટ/મકર સંક્રાતી/૧૩૪/૨૦૨૩ તા.૦૨/૧૨/૨૦૨૩ નો ભંગ કરી ગુનો કરેલો હોય પી ઇપીકો કલમ ૧૮૮ તથા જી.પી.એક્ટ કલમ ૧૯૫૧ ની ૧૩૧, ૧૧૭ મુજબ કાયદેસર ફરીયાદ કરી હતી.


બાળકની બલી કે હત્યા? આંતરડા અને પેટથી નીચેનો ભાગ મળ્યા બાદ ખોપરી મળી, અન્ય અંગ શોધવા