વલસાડ : ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગર નવા નવા પેંતરાઓ અજમાવતા જ રહેતા હોય છે. સરકાર દ્વારા પોકળ દારૂબંધીના માત્ર દાવાઓ જ થાય છે. તેમ છતા હજુ પણ રાજ્યનાં પોલીસનાં હાથે રોજ લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. કોરોનાના કપરા કાળમાં પણ બુટલેગરો શાંત નથી. રાજ્યનાં છેવાડે આવેલા વલસાડની લોકડ ક્રાઇમબ્રાંચ દ્વારા 2 નવી નક્કોર લક્ઝુરિયસ ગાડીઓમાંથી લાખો રૂપિયાની કિંમતમો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતના હજીરાના એક દંપત્તી સહિત કુલ 4 બુટલેગરોની ધરપકડ કરાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 12 બોર્ડની પરીક્ષા આ બે પદ્ધતી દ્વારા લેવાશે, વિદ્યાર્થીઓને મળશે આવી છુટાછાટ

વલસાડ: જિલ્લા એસસીબી દ્વારા બાતમીના આધારે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન જ બાતમી આધારિત 2 ગાડીઓ પસાર થઇ હતી. તેમાં સધન તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની અનેક બોટલો પણ મળી આવી હતી. આ કાર ચાલકને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા ગાડીમાંથી આશરે 2.41 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. 


ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેના સૌથી મોટા સમાચાર, પરીક્ષા થશે કે નહી આ રહ્યો જવાબ


વલસાડ પોલીસે 22.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કારચાલક આરોપી સુનિલ પટેલ, માયા પટેલ અને ધવલ પટેલ અને મહેશ પટેલની દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાને કારણે દમણ અને વલસાડની બોર્ડર પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. દારૂના મો માંગ્યા ભાવ મળતા હોવાથી બુટલેગરો પણ અવનવી રીતે દારૂની હેરાફેરી કરતા રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube