લોકડાઉન દરમિયાન બહાર નિકળ્યાં તો ન તો પાસપોર્ટ મળશે કે ન તો સરકારી નોકરી: રાજ્ય પોલીસવડા
કોરોના વાયરસને પગલે ગુજરાતમાં લોકડાઉનની સ્થિતી છે ત્યારે લટાર મારવા માટે નિકળ્યા હતા. યુવાનો સામે ગુજરાત પોલીસનાં ડીજીપીએ પોલીસને કડક પગલા ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું કે, ઘરની બહાર નિકળશો તો પોલીસ તમારી સામે ગુનો દાખલ કરશે. તેમને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ થશે. એકવાર પોલીસ ચોપડે ચડી ગયા બાદ ન માત્ર સરકારી નોકરી પરંતુ પાસપોર્ટ સહિતની તમામ કામગીરીમાં મુશ્કેલી પડી શકે છે.
ગાંધીનગર : કોરોના વાયરસને પગલે ગુજરાતમાં લોકડાઉનની સ્થિતી છે ત્યારે લટાર મારવા માટે નિકળ્યા હતા. યુવાનો સામે ગુજરાત પોલીસનાં ડીજીપીએ પોલીસને કડક પગલા ઉઠાવવાના નિર્દેશ આપ્યા છે. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું કે, ઘરની બહાર નિકળશો તો પોલીસ તમારી સામે ગુનો દાખલ કરશે. તેમને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ થશે. એકવાર પોલીસ ચોપડે ચડી ગયા બાદ ન માત્ર સરકારી નોકરી પરંતુ પાસપોર્ટ સહિતની તમામ કામગીરીમાં મુશ્કેલી પડી શકે છે.
લોકડાઉનની સ્થિતીમાં રાજ્ય સરકાર 3.25 લાખ વિદ્યાર્થીઓને ખર્ચ પેટે 49 કરોડ રૂપિયા ચુકવશે
રાજ્યનાં પોલીસ વડાના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે યુવાનોને ઘરમાં જ રહેવા માટેના નિર્દેશ આપ્યા છે. ઘરે રહો સુરક્ષીત રહોનાં નિર્દેશ આપ્યા છે. લોકડાઉન દરમિયાન યુવાનો ખાલી ખાલી બહાર લટાર મારવા માટે નિકળી જતા હોય છે. લોકડાઉનનો ભંગ કરનારા આવા યુવાનો સામે હવે કેસ દાખલ થશે. જો યુવાનો સામે કેસ દાખલ થશે તો તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ નહી જઇ શકે. ઉજ્વળ કારકિર્દી પણ જોખમાશે. તેમને પાસપોર્ટ મળવામાં પણ તકલીફ પડી શકે છે. આ ઉપરાંત સરકારી નોકરી મળવામાં પણ મુશ્કેલી થઇ શકે છે.
સેનિટાઇઝિંગ સર્વિસ લખેલી એક્ટિવા પોલીસ અટકાવી અને ડેકી ખોલી તો આશ્ચર્યચકિત થઇ ગઇ
લોકડાઉન સંદર્ભે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સંદર્ભે મીડિયા સાથે ચર્ચા કરતા DGP એ જણાવ્યું કે, રાજ્યનાં કોમન પ્લોટમાં એકત્રીત થવાની પણ મનાઇ છે. ત્યાં પણ સંક્રમણની શક્યતા વધારે છે. નાગરિકો લોકડાઉનમાં ઘરમાં જ રહે તે જરૂરી છે. ડ્રોન દ્વારા આ પ્રકારની પ્રવૃતી અટકાવવામાં આવશે. જો તેનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કે વીડિયો મુકનારા લોકો સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube