વેલેન્ટાઇન ડે: યુવાનોમાં પડાપડી, આ ગીફ્ટ આપશો તો કોઇ પણ યુવતી ના નહી પાડે
વેલેન્ટાઇન ડે એટલે પ્રેમના પ્રતિકરૂપી પર્વ અને આ પર્વમાં યુવાહૈયાઓ એકબીજાને અવનવી ગિફ્ટ આપવા ઉત્સુક હોય છે. ત્યારે હાલ જામનગરની બજારોમાં વિવિધ ગિફ્ટ શોપમાં યુવા હૈયાની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. અને ગિફ્ટ શોપમાં અવનવી વેરાયટીઓ યુવા હૈયાઓના આકર્ષિત પણ કરી રહી છે. આગામી 14 મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે, ત્યારે હવે જામનગરની બજારોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે અવનવી વેરાયટીઓ અને અવનવી ગિફ્ટોનું આગમન થઈ ચૂક્યું છે. યુવા હૈયાઓ એકબીજાને આકર્ષિત કરવા માટે હાલ અવનવી અને સરપ્રાઇઝ વસ્તુઓની ખરીદી કરતા બજારમાં જુદી જુદી ગિફ્ટ શોપમાં નજરે ચડે છે. તેમજ બજારમાં પણ 10 રૂપિયાથી માંડીને હજારોની કિંમતની ગિફટ - ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે.
મુસ્તાક દલ/ જામનગર : વેલેન્ટાઇન ડે એટલે પ્રેમના પ્રતિકરૂપી પર્વ અને આ પર્વમાં યુવાહૈયાઓ એકબીજાને અવનવી ગિફ્ટ આપવા ઉત્સુક હોય છે. ત્યારે હાલ જામનગરની બજારોમાં વિવિધ ગિફ્ટ શોપમાં યુવા હૈયાની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. અને ગિફ્ટ શોપમાં અવનવી વેરાયટીઓ યુવા હૈયાઓના આકર્ષિત પણ કરી રહી છે. આગામી 14 મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે, ત્યારે હવે જામનગરની બજારોમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે અવનવી વેરાયટીઓ અને અવનવી ગિફ્ટોનું આગમન થઈ ચૂક્યું છે. યુવા હૈયાઓ એકબીજાને આકર્ષિત કરવા માટે હાલ અવનવી અને સરપ્રાઇઝ વસ્તુઓની ખરીદી કરતા બજારમાં જુદી જુદી ગિફ્ટ શોપમાં નજરે ચડે છે. તેમજ બજારમાં પણ 10 રૂપિયાથી માંડીને હજારોની કિંમતની ગિફટ - ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે.
મહીસાગર: લીમડાનાં વૃક્ષમાંથી નિકળે છે સફેદ પ્રવાહી, સેંકડો લોકો આવે છે દર્શને
જ્યારે વેલેન્ટાઇન-ડેની ખરીદી માટે ગિફ્ટની અવનવી આઇટમો લઇને દુકાનદારો પણ હવે જુદું જુદું કલેક્શન રાખી રહ્યા છે અને ખાસ કરીને હવે એ સમય આવી રહ્યો છે કે વેલેન્ટાઈન-ડે ની ઉજવણી કરવા માટે યુવા હૈયાઓને વેલેન્ટાઇન કઇ રિતે સેલિબ્રેટ કરવો એ શીખવું નથી પડતું. અલગ અલગ રીતે યુવા હૈયાઓ સેલિબ્રેશન કરતા હોય છે. વેલેન્ટાઇન-ડે ના એક સપ્તાહથી વેલેન્ટાઇન વીકની ઉજવણી શરૂ કરી દેવામાં આવે છે જેમાં ચોકલેટ-ડે માટે અલગ અલગ ડિફરન્ટ ચોકલેટ છે, ટેડી ડે માટે મ્યુઝિક ટેડી, કપલ ટેડી પણ ખૂબ આકર્ષણ જગાવી રહ્યા છે.
પતિ-પત્ની Movie જોવા ગયા, અચાનક રસ્તા પર આવીને મારામારી કરવા લાગ્યા...
વેલેન્ટાઇનના સ્પેશિયલ ગિફ્ટમાં અત્યારે ટચ વારા લવ મીટર, ટચવારા નાના લેમ્પમાં વધારે ચાલે છે, ઉપરાંત બોક્સ પેકમાં ડિફરન્ટ વેરાઇટી આવેલી છે જે ખુબ ચાલે છે અને પર્સનલાઇઝ્ડ ગિફ્ટનો પણ એટલો બધો અત્યારે ક્રેઝ વધી ગયો છે. જ્યારે મેજિક પીલો અને એલઇડી પીલો તેમજ પિલોની પણ અલગ અલગ વેરાયટી ઉપરાંત અવનવી ગિફ્ટ વિનચેમ્પ અને પ્રેમના પ્રતિક રૂપે લવ કાર્ડનું પણ બજારમાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જ્યારે યુવા ગ્રાહકોને દર વર્ષે કંઈક નવું આપવા માટે દુકાનદારો પણ ભારે કલેકશન ભેગું કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube