રવિ અગ્રવાલ/વડોદરા: બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, તેમ તેમ પરીક્ષામાં પાસ થવાના અનેક હાથકડાંના અહેવાલો સામે આવતા હોય છે. થોડા વર્ષો અગાઉ બોર્ડની પરીક્ષામાં સિદ્ધ કરેલી પેનથી પાસ થવાના દાવાનો મામલો ફરી ઉછર્યો છે. દુષ્યંત બાપજી મહારાજના નામથી લખેલી પત્રિકા ફરી બોર્ડની પરીક્ષા ટાણે વાયરલ થઈ છે. જેમાં ધોરણ 10 અને 12માં સિધ્ધ કરેલી પેનના સેટથી પરીક્ષા આપશો તો પાસ થશો તેવી ગેરંટી આપતી પત્રિકા વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર મુદ્દા મામલે દુષ્યંત બાપજી મહારાજે ઝી 24 કલાક પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મને બદનામ કરવા 6 વર્ષ જુની પત્રિકા વાયરલ કરવામાં આવી રહી છે. આવી કોઈ પેન મેં ક્યારેય લાવ્યો નથી કે વેચી પણ નથી. વર્ષ 2017માં હાલોલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે મેં જવાબ પણ લખાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં ન આવવું, પરીક્ષામાં પાસ થવા મહેનત કરવી પડે છે. લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે આ પત્રિકા વાયરલ ન કરો તેને ડીલીટ કરો.


જાણો સમગ્ર ઘટના?
તમને જણાવી દઈએ કે થોડાક વર્ષો પહેલા બોર્ડની પરીક્ષા ટાણે એક જાદૂઈ પેનનો મેસેજ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ જાદૂઈ પેનથી બોર્ડની પરીક્ષા આપશે તો 100 ટકા પાસ થઈ જશે. પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો કે એક બાબા સિદ્ધ કરેલી પેનથી તમે પરીક્ષા પાસ કરી શકો છો અને સારું રીઝલ્ટ મળેવી શકો છો. પરંતુ પાછળથી દુષ્યંત બાપજી મહારાજે સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો.
 
બોર્ડની પરીક્ષા શરૂ થવાની સાથે વિદ્યાર્થીઓના મહેનતની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવે. ત્યારે સારા માર્ક્સ મેળવવા માટે દરેક વિદ્યાર્થી મહેનત પણ કરે છે. પરંતુ સવાલ એ છે કે શું મહેનત વિના પણ બોર્ડની પરીક્ષા પાસ કરી શકાય છે? આ સવાલ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજમાં આ દાવો કરવામાં આવ્યો હતો. દાવો તે હતો કે એક બાબા મંત્રીત કરેલી પેન આપી રહ્યા છે. જે પેનથી પરીક્ષા આપતા તમારું બાળક 100 ટકા ગેરંટી સાથે પાસ થઈ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube