ઉદય રંજન, અમદાવાદ: વિદેશ મોકલવાની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવનાર ઠગની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપીએ કેનેડા વર્ક વિઝા આપવાનું કહીને 3 કરોડનું કૌભાંડ આચર્યું હતું. ત્યારે કોણ છે આ ઠગ આવો જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી હર્ષિલ ઉર્ફે બંટી પટેલે અનેક લોકોના વિદેશ જવાના સપનાને કચડીને કરોડોનું કૌભાંડ આચર્યું છે. વાત એવી છે કે જોષી દંપતીએ કેનેડા જવા માટે આરોપી હર્ષિલ પટેલનો સંપર્ક કર્યો હતો. હર્ષિલ કેનેડાના વર્ક પરમિટ વિઝાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો અને પી આર મેળવવા હોટલમાં રોકાણ કરવાના બહાને 15 લાખ પડાવ્યા હતા. આ પ્રકારે જોષી દંપતીના અન્ય કુટુંબીજનો પાસેથી પણ પૈસા મેળવીને રૂપિયા 39 લાખનું કૌભાંડ આચર્યું હતું. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં અરજી થતા EOW (આર્થિક ગુના નિવારણ શાખા) એ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.


સીઆર પાટીલના પુત્ર સક્રિય રાજકારણમાં એન્ટ્રી મારવા તૈયાર, આ બેઠક પરથી લડશે ચૂંટણી


આરોપી હર્ષિલ ઉર્ફે બંટી અગાઉ ગુરુકૂળમાં સહજાનંદ ઓફસેટ પ્રિંટર્સના નામથી પ્રિન્ટીંગ પ્રેસ ધરાવીને કંકોત્રી, બિલ બુક અને વિઝીટિંગ કાર્ડનું કામ કરતો હતો. આરોપી હર્ષિલ અને તેનો મિત્ર હેમલ દવેએ મળીને સપ્ટેમ્બર 2018 થી ઉડાન હોલિડેઝ નામથી કન્સલન્ટન્ટ શરૂ કર્યું. તેમની કંપનીમાં સુનિલ શિંદે કામ કરતો હતો. આ ત્રિપુટીએ વર્ક પરમિટ વિઝા અપાવવાના વિશ્વાસ કેળવતા અને કેનેડામાં મહેન્દ્રભાઈ કાંતિલાલ પટેલ નામના વ્યક્તિને પિતરાઈ ભાઈ બતાવીને તેમની સબ-વે હોટલમાં રોકાણ કરાવીને પી આર મેળવવા ખોટા પાર્ટનરશીપ એગ્રીમેન્ટ બનાવીને ઠગાઈ કરતા હતા. આ પ્રકારે 100 થી વધુ લોકોને ચૂનો લગાવીને 3 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું છે.


વડોદરાની ગુરુકુળ વિદ્યાલયનો વિવાદિત ફતવો, વિદ્યાર્થીની સ્કૂલ બેગ જમા લેવાનો વાલીઓને કર્યો મેસેજ


આ આરોપી કરોડોનું કૌભાંડ આચરીને અમદાવાદ છોડીને મુંબઈ જતો રહ્યો હતો અને ત્યાં જુદી જુદી વૈભવી હોટલ તથા વૈભવી ફ્લેટમાં ભાડે રહીને મોજશોખ કરતો હતો. આર્થિક ગુના નિવારણ શાખાએ આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઈલ, લેપટોપ અને દસ્તાવેજો જપ્ત કરીને અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube