ઉદય રંજન/અમદાવાદ : ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે. જો કે આ વખતે વેપારીની સમય સુચકતા વાપરતા આ નકલી પત્રકારોને જેલના સળિયા પાછળ ધકેલાયા છે. ખોખરામાં એક દુકાનમાં દીવાળીના પાંચ હજાર માંગવા નીકળેલી પત્રકારની ટોળકીને લોકોએ ઘેરી વળતા આખરે ખોખરા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે એક સ્વાયત સંસ્થા, રાજકીય દબાણ વગર કામ કરે છે: હાઇકોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ


રામોલમાં રહેતા જોગેન્દ્રસિંહ ચૌહાણ ખોખરામાં પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન ધરાવે છે. શનિવારે તેઓ દુકાને હાજર હતા ત્યારે એક મહિલા અને બે પુરુષો તેમની દુકાને પત્રકારની ઓળખ આપીને આવ્યા હતા. એમાંથી એક શખશે કહ્યું કે દિવાળીનું શુ છે? એટલે જોગેન્દ્રસિંહએ કહ્યું દિવાળી છે તો શું છે? તો આ શખસોએ કહ્યું તમારું દિવાળીનું બાકી છે. દિવાળીના 5 હજાર લાવો કહેતા જોગેન્દ્રસિંહએ કહ્યું કે, તેઓ કઈ ખોટું કરતા નથી તો પૈસા શેના? સાથે જોગેન્દ્રસિંહએ કહ્યું કે હાલ તેઓ પાસે પૈસા પણ નથી જેથી આ ટોળકીએ ગૂગલ પે કરવાનું કહ્યું હતું. 


મારો દિકરો ઉભો છે તો હું પ્રચાર કરીશ જ, મારી દીકરીને ટિકિટ નહી મળે તો તે પણ અપક્ષ ઉભી રહેશે: મધુ શ્રીવાસ્તવ


જોગેન્દ્રસિંહ પાસે પૈસા ન હોવાથી આ ટોળકીએ કહ્યું કે આજે પૈસા નથી તો કાલે લેવા આવીશું ધંધો કરવો હોય તો પૈસા તો આપવા જ પડશે. આટલું કહીને આ શખશો ત્યાંથી નીકળી ગયા બાદમાં રવિ નામના શખશે થોડીવાર બાદ ફોન કરી પૈસા માંગ્યા હતા. બાદમાં રવિવારના રોજ આ ટોળકી ફરી આવી અને પૈસાનું શુ કર્યું તેમ કહી જોગેન્દ્રસિંહ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જોગેન્દ્રસિંહએ પ્રેસના આઇકાર્ડ માંગતા આ શખસોએ સંયમ વિકલી પ્રેસનું આઈકાર્ડ બતાવ્યું હતું.


ઓનલાઇન અભ્યાસ બંધ કરી વિદ્યાર્થીઓને ફરજીયાત શાળા કરવા માટે શિક્ષણ સંઘની સરકારને અપીલ


આ ટોળકીના સભ્યમાં સંયમ વિકલી પ્રેસનું આઈકાર્ડ બતાવનાર રવિ પરમાર અને તથ્ય ન્યુઝનું આઈકાર્ડ બતાવનાર અંકિતા ગોહિલ હતા. આ જે પ્રેસના આઈકાર્ડ છે તે રજીસ્ટર્ડ છે કે નહી તે ખાતરી કરી કાર્યવાહી કરાશે. આ બંનેની ધરપકડ કરાઈ તો કરાઈ પણ શૈલેષ બોડાણા નામનો શખસ ફરાર છે. આ ગેંગ દ્વારા અત્યારસુધીમાં કેટલા લોકોને લૂંટયા છે તે દિશામાં પોલીસે હવે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube