પરાગ અગ્રવાલ/અંબાજી: આજથી દિવાળીના પર્વના દિવસોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે નવા વર્ષથી શક્તિપીઠો તેમજ પ્રવાસન ધામોમાં યાત્રિકોનો ઘસારો ઉમટી પડશે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરને લાઈટ ડેકોરેશનથી શણગારવાની તડામાર તૈયારીઓ પ્રારંભ કરી ચુકી છે, ત્યારે અંબાજી મંદિરનું શિખર ઝાકમજોળ રોશની થી ઝળહળી ઉઠશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી બિલિયોનર એક લાખ મહિલા અને બાળકોને કરશે મદદ, લાખોનો ઈલાજ કરશે મફત


જોકે આ વખતે દિવાળી પર્વની તિથિની ક્ષતિના કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ 31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે. 


કાતિલ ઠંડીને લઈને આ અપડેટ તમારા હોંશ ઉડાડી દેશે, આગાહીઓ વચ્ચે નવી સિસ્ટમ થઈ એક્ટિવ


જોકે નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી તરફથી છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. જેના વિશેષ દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે છપ્પન ભોગ અન્નકૂટ બપોરે 12.00 કલાકે રાજભોગ સાથે ધરાવવાનો હોઈ સવારે મંદિર 11.30 કલાકે મંગળ કરવામાં આવશે અને ફરી રાજભોગ અને અન્નકૂટ ની વિશેષ આરતી સાથે બપોર ના દર્શન નો પ્રારંભ થશે બેસતા વર્ષે સવાર ની મંગળા આરતી 06.00 કલાકે થશે.


કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! ગજબનો છે કિસ્સો


  • બેસતા વર્ષ 02/11/2024 સવારે આરતી 06.00 થી 06.30

  • દર્શન  06.30 થી 11.30

  • બપોરે અન્નકુટ દર્શન 12.30 થી 4.30

  • ત્રીજ થી આરતી સવારે 6.30 થી 7.00

  • દર્શન  07.00 થી 11.30

  • સાંજે આરતી 6.30 થી 7.00

  • સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી