• રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર

  • DAP ખાતરમાં 150 રૂપિયાનો વધારો થયો

  • NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો થયો


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના ખેડૂતો (gujarat farmers) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે ખેડૂતોને મોટો ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ (pesticide price) માં ફરી એકવાર વધારો થયો છે. DAP ખાતરમાં 150 રૂપિયાનો વધારો કરાયો છે. તો NPK ખાતરમાં 285 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસનો બોટલ, દૂધ, શાકભાજી ખાદ્યતેલ જેવી રોજિંદી વસ્તુઓના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી પરેશાન છે. આ વચ્ચે દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો (fertilizer price) કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે. 


  • DAP ખાતરનો જૂનો ભાવ 1200 રૂપિયા હતો, ત્યારે DAP ખાતરનો નવો ભાવ 1350 રૂપિયા થયો છે

  • NPK ખાતરનો જૂનો ભાવ 1185 રૂપિયા હતો, ત્યારે હવેથી નવો ભાવ 1470 રૂપિયા થયો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરનો દર્શન-આરતીનો સમય બદલાયો, ખાસ જાણી લેજો


ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, પહેલાથી ખાતરનો ભાવ વધારે હતો. એક બાજુ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી રહ્યા છીએ અને તેની સામે પોષણસમ ભાવ તો મળતાં જ નથી. આવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી. એક તો પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી, હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહિ. જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચી ખેડૂતોને સબસીડી આપવી જોઈએ.


ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા
ખેડૂતોને વાવણીથી લઈને લણવા સુધીના સમય દરમ્યાન અનેક પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવો પડતો હોય છે, એક બાજુ હવામાનમાં થઈ રહેલા સતત ફેરફારના કારણે ખેડૂતોને પાકમાં પૂરતું ઉત્પાદન મળતું નથી. એવામાં રાસાયણિક ખાતરોના ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે વધતા જતા વિવિધ રસાયણિક ખાતરના ભાવો સામે હવે ખેડૂતોએ હકીકતમાં જૈવિક ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે.